×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : અફઘાનિસ્તાનમાં હોટલ પર વિમાની હુમલો, 3 લોકોના મોત, ઘણા ઈજાગ્રસ્ત

Image - Twitter

કાબુલ, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર

અફઘાનિસ્તાનમાં એક દિવસ પહેલા તાલિબાને સત્તામાં આવવાની વર્ષગાંઠ ઉજવી હતી. હવે આજે ખોસ્ત શહેરની એક હોટલ પર હવાઈ હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, હોટલને નિશાન બનાવીને હવાઈ હુમલો કરાયો છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ હોટેલ પાકિસ્તાની તાલિબાનના હાફિઝ ગુલ બહાદુર ગ્રુપના સભ્યોનું ઠેકાણું હતું. આ ગ્રુપના સભ્યો અવારનવાર આ હોટેલમાં આવતા હતા. અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રુપના સભ્યોના મોત થયા છે. બંને પક્ષના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી હુમલા અંગે સત્તાવાર આંકડા જાહેર કરાયા નથી.

ખોસ્ત શહેરની હોટલ પર હુમલો

મળતા અહેવાલો મુજબ આ હોટલ પાકિસ્તાની તાલિબાનના હાફિઝ ગુલ બહાદુર જૂથના સભ્યોનું ઠેકાણું હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા ત્યારથી આઈએસઆઈએસ સાથે ઘર્ષણ હજુ પણ યથાવત્ છે. અત્યાર સુધીમાં અનેક હિંસક ઘટનાઓ બની છે અને ઘણા લોકના મોત પણ થયા છે. તાલિબાને પોતે અફઘાનિસ્તાનમાં ઘણા પ્રતિબંધો લાદ્યા છે... એટલું જ નહીં તેણે મહિલાઓના શિક્ષણ અને અધિકારો પર પણ કેટલાક પ્રતિબંધો લાદ્યા છે.

2021થી અત્યાર સુધીમાં 1000 લોકોના મોત

તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી સત્તા જમાવ્યા બાદ છેલ્લા 2 વર્ષમાં કાબુલ અને આસપાસના વિસ્તારોમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનમાં હિંસક અથડામણો સતત થતી રહે છે. આ પહેલા ડિસેમ્બરમાં કાબુલમાં એક હોટલમાં જોરદાર ગોળીબાર થયો હતો જેમાં ઘણા લોકોના મોત થયા હતા. છેલ્લા 2 વર્ષથી આ દેશની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.