×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : અતીકની હત્યા બાદ પહેલીવાર પ્રયાગરાજમાં ગર્જ્યા CM યોગી, કહ્યું યુવાનોના હાથમાં બંદૂક રાખનારાઓ જાણે છે પરિણામ

પ્રયાગરાજ, તા.02 મે-2023, મંગળવાર

માફિયા ડોન અને અતીક અહમદ અને તેનો ભાઈ અશરફની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓનો પ્રચાર કરવા પ્રથમવાર પ્રયાગરાજમાં પહોંચ્યા હતા. અહીં તેમણે જાહેરસભામાં સંબોધન કરતા કહ્યું કે, રામચરિત માનસમાં તુલસીદલ મહારાજજીએ કહ્યું હતું કે, જે જેવું કરે છે, તે તેવું ભોગવે છે. હું પ્રયાગરાજની પાવન ધરતીને નમન કરું છું... કુંભ હોય કે માધ મેળો... સંગમમાં કરોડો-કરોડો શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી ધન્ય થાય છે. કેટલાક લોકોએ પ્રયાગરાજને અન્યાય અને અત્યાચારનો શિકાર બનાવી દીધો હતો, જોકે આ પ્રકૃતિ ક્યારે કોઈના પર અત્યાચાર કરતી નથી અને ક્યારેય અત્યાચાર સ્વિકારતી પણ નથી.

પ્રયાગરાજની ધરતી કોઈને નિરાશ કરતી નથી : યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, પ્રયાગરાજની ધરતી કોઈને નિરાશ કરતી નથી. ભારત મામલે વિશ્વની નજર બલાઈ ગઈ છે. વડાપ્રધાન મોદી એક-એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યા છે. ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની સિદ્ધિઓ ગણવી જોઈએ.

‘ગુનેગારો પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી રહ્યા છે’

CM યોગીએ કહ્યું કે, અમે લોકોના સશક્તિકરણ માટે કામ કર્યું છે. પરિવારવાદ અને જાતિવાદી રાજકારણને પાછળ છોડીને ભાજપે રાષ્ટ્રવાદ વધાર્યો. હવે ઉત્તર પ્રદેશમાં હિંસા નહીં, બધુ ઠીક જ ઠીક થઈ ગયું છે. આજે ગુનેગારો વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતા નથી, પણ તેઓ ગળામાં પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી રહ્યા છે.

હવે યુવાનોના હાથમાં બંદૂક નહીં હોય : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં અસામાજીક તત્વોનો આતંક નથી... યુવાનોના હાથમાં ટેબલેટ છે... સરકાર બે કરોડ ટેબ આપી રહી છે... ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટથી 35 લાખ કરોડનું રોકાણ થવા જઈ રહ્યું છે... એક કરોડ યુવાનોને રોજગાર મળશે... હવે યુવાનોના હાથમાં બંદૂક નહીં હોય... લોકો યુવાનોના હાથમાં તમંચો પકડાવી દેતા હતા, તેઓ તેના પરિણામો જાણે છે...

‘ભાજપ માફિયાઓની જમીનો પર ગરીબો માટે ઘર બનાવશે’

મુખ્યમંત્રીએ કહ્યું કે, આવતા મહિને તેઓ માફિયાઓની મિલકત પર બનેલા ફ્લેટની ચાવી ગરીબોને સોંપવા આવી રહ્યા છે. ભાજપ માફિયાઓના કબજામાંથી જમીનો છોડાવશે અને ગરીબો માટે ઘર બનાવશે. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 16 ડિસેમ્બર-2020ના રોજ કે.પી.મેદાન ખાતે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોની એક બેઠકમાં ઉત્તર પ્રદેશમાં માફિયાઓએ ખાલી કરેલી જમીન પર ગરીબો માટે સસ્તા મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. 

મુખ્યમંત્રીએ લોકોને કરી અપીલ

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ લોકોને ભાજપના મેયર ઉમેદવારો અને કાઉન્સિલર ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી. પૂર્ણ બહુમતીનું બોર્ડ રચવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ ભાજપના મેયર ઉમેદવાર ગણેશ કેસરવાણી અને કાઉન્સિલર ઉમેદવારો માટે મત માંગ્યા હતા.