×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Video:હોંગકોંગમાં 42 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, જ્વાળામુખી જેવો દૃશ્ય સર્જાયો

image : Twitter


હોંગકોંગમાં એક નિર્માણાધીન ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભયંકર હતી કે કાટમાળમાં લાગેલી આગ જાણે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય અને તેનો લાવા માર્ગો પર ઊડી રહ્યો હોય તે રીતે નીચે વરસી રહી હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને ક્વિન એલિઝાબેથ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

ભયાવહ દૃશ્ય સર્જાયો 

અહેવાલ અનુસાર હોંગકોંગના સિમ શા સુઈ વિસ્તારના શોપિંગ ડિસ્ટ્રિક્ટમાં એક ઈમારતનું બાંધકામ થઇ રહ્યું છે. એ જ ઈમારતમાં આગ લાગી હતી. જોકે ફાયર ફાઈટર્સની એટલી બધી ગાડીઓ પણ ઘટનાસ્થળે ધસી આવી હતી કે તમે પણ તે દૃશ્ય જોઈને ચોંકી જશો. જે જગ્યાએ આગ લાગી ત્યાં પહેલા હોંગકોંગની પ્રસિદ્ધ મરિનર ક્લબ આવેલી હતી જેની શરૂઆત હોંગકોંગના પૂર્વ ગવર્નર ડેવિડ ટ્રેન્ચે ૧૯૬૭માં કરી હતી. તેને ૨૦૧૮માં તોડી પાડવામાં આવી અને હવે ત્યાં ૪૨ માળની કિંપટન હોટેલનું નિર્માણ ચાલી રહ્યું હતું.