×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

US Open 2021: લેલાહ અને રાદુકાનુ વચ્ચે થશે મહિલા સિંગલ્સનો ખિતાબી જંગ, બંને પહેલી વખત ફાઈનલમાં


- કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં સૌથી ઓછી ઉંમરે પહોંચવાનો રેકોર્ડ મારિયા શારાપોવાના નામે છે. તે 2004માં વિંબલડનની ફાઈનલમાં પહોંચી હતી. 

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનો ફાઈનલ મુકાબલો નક્કી થઈ ગયો છે. અમેરિકી ઓપનનો ખિતાબી મુકાબલો કેનેડાની લેલાહ ફર્નાંડીઝ અને બ્રિટનની એમા રાદુકાનુ વચ્ચે રમાશે. બંને ખેલાડીઓ પહેલી વખત યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચી છે. રાદુકાનુએ સેમીફાઈનલ મેચમાં દમદાર પ્રદર્શન સાથે મારિયા સકારીને 2-0થી હરાવી હતી. આ મુકાબલામાં તેણે સકારીને 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. 

તેના પહેલા કેનેડાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી લેલાહ ફર્નાંડીઝે સેમીફાઈનલ મુકાબલામાં વિશ્વની બીજા નંબરની ખેલાડી બેલારૂસની આર્યના સબાલેંકાને 2-1થી હરાવી હતી. લેલાહે સેમીફાઈનલ મુકાબલામાં બેલારૂસની ખેલાડીને 7-6, 4-6, 6-4થી હરાવી હતી અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. લેલાહ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચનારી મારિયા શારાપોવા બાદની વિશ્વની બીજી સૌથી ઓછી ઉંમરની ખેલાડી છે. 

જોરદાર મુકાબલો

બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. લેલાહે પહેલો સેટ 7-6થી પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ બીજો સેટ સબાલેંકાએ પલટવાર કરીને 6-4થી જીત્યો હતો. ત્યાર બાદ ત્રીજા સેટમાં બંને ખેલાડીઓએ એકબીજાને આકરો પડકાર આપ્યો હતો. જોકે યુવા જોશ લેલાહ સામે તેનું કશું ન ચાલ્યું. કેનેડાની ખેલાડીએ તે સેટ 6-4થી પોતાના નામે કરી લીધો હતો. 

લેલાહ ફર્નાંડીઝ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહોંચનારી વિશ્વની બીજી સૌથી ઓછી ઉંમરની ખેલાડી બની ગઈ છે. કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં સૌથી ઓછી ઉંમરે પહોંચવાનો રેકોર્ડ મારિયા શારાપોવાના નામે છે. તે 2004માં વિંબલડનની ફાઈનલમાં પહોંચી હતી. 

યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં હવે લેલાહનો મુકાબલો એમા રાદુકાનુ સાથે થશે. બંને ખેલાડીઓ પહેલી વખત યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચી છે. છેલ્લા 3 વર્ષમાં અમેરિકી ઓપનમાં બીજી વખત ફાઈનલમાં કેનેડાની કોઈ મહિલા ખેલાડી રમશે. આના પહેલા 2019માં કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્કુએ યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.