×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USમાં ભારતીય મૂળના બિઝનેસમેન-કર્મચારીઓ સહિત 14 લોકોને 'કોરોના રાહત ફ્રોડ'માં આરોપી બનાવાયા

image : Envato 


તાજેતરમાં અમેરિકામાં કોરોના મહામારી રાહત કાર્યક્રમમાં મોટું કૌભાંડ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારબાદથી ખળભળાટ મચી ગયો હતો. જોકે હાલમાં અમેરિકી રાજ્ય ટેક્સાસમાં કોરોના મહામારી કાર્યક્રમમાં 53 મિલિયન અમેરિકી ડૉલરનો ફ્રોડ થયાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે કુલ 14 લોકોને આરોપી બનાવાયા છે જેમાં ભારતીય મૂળના બિઝનેસ માલિકો અને કર્મચારીઓ પણ સામેલ છે. 

અમેરિકી એટોર્નીએ આપી માહિતી 

ટેક્સાસના ઉત્તર જિલ્લા માટે અમેરિકી એટોર્ની એલ. સાઈમંટને કહ્યું કે પેન્ડેમિક રિસ્પોન્સ એકાઉન્ટેબિલિટી કમિટી (PRAC) ફ્રોડ ટાસ્ક ફોર્સ દ્વારા તપાસ કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો મામલો છે. તેમણે જણાવ્યું કે આ મામલે આરોપીઓની મંગળવાર અને બુધવારે ટેક્સાસ, કેલિફોર્નિયા તથા ઓક્લાહોમાથી ધરપકડ કરી લેવામાં આવી હતી. 

સરકાર સાથે છેતરપિંડી કરદાતાઓનું અપમાન ગણાવ્યું 

સાઈમંટને કહ્યું કે આ 14 લોકોએ કોરોનાકાળમાં શરૂ કરાયેલા નાણાકીય કાર્યક્રમ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ અને અનેક નાણાકીય સંસ્થાનો સાથે લોન તરીકે આશરે 5.3 મિલિયન ડૉલરની છેતરપિંડી કરી હતી. સાઈમંટને કહ્યું કે સરકાર સાથે છેતરપિંડી કરવી એ અમેરિકી કરદાતાઓનું અપમાન કરવા સમાન જ છે. મહામારી દરમિયાન જ્યારે લાખો ઉદ્યમીઓ પગાર ચૂકવવા અને ભાડું ચૂકવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એવા સમયે પણ સરકાર સાથે છેતરપિંડી કરવી ઘા પર મીઠું ભભરાવવા સમાન કૃત્ય છે.  આ આરોપીઓએ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામમાંથી લાખો અમેરિકી ડૉલરની ચોરી કરવાનું કાવતરું રચ્યું. આ રકમથી અનેક કાયદેસરના બિઝનેસને તેમના બિલોની ચૂકવણી કરવા અને તેમના કર્મચારીઓને જાળવી રાખવામાં મદદ મળી શકી હોત.