×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USની ચીનને ચેતવણી, જો યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરી તો ભોગવવા તૈયાર રહેજો

image : Twitter


અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે જો ચીન યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાને સૈન્ય મદદ કરશે તો તેણે વાસ્તવિક કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે આ યુદ્ધ બેજિંગ માટે વાસ્તવિક જટિલતાઓ પ્રસ્તુત કરે છે. બેજિંગે નિર્ણય કરવો પડશ કે તે કેવી રીતે આગળ વધવા માગે છે. શું તે સૈન્ય સહાય કરવા માટે છે? જો ચીન રશિયાને સૈન્ય સહાય આપશે તો તેણે ભોગવવા તૈયાર રહેવું જોઇએ. 

અમેરિકા ફક્ત ધમકી નથી આપી રહ્યું 

તેમણે કહ્યું કે અમેરિકા ફક્ત ધમકી નથી આપી રહ્યું. અમેરિકા દાંવ અને પરિણામ બંને વિશે જણાવી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર તેનું આ નિવેદન યુક્રેન યુદ્ધના એક મહત્ત્વપૂર્ણ પોઇન્ટ પર આવ્યું છે. તેમાં કહ્યું છે કે અમેરિકા પાસે એવી ગુપ્ત માહિતી આવી છે કે ચીનની સરકાર રશિયાને યુદ્ધમાં ઉપયોગ માટે ડ્રોન અને વિસ્ફોટક ઉપલબ્ધ કરાવવા વિચારી રહી છે. 

અમેરિકા ક્રીમિયા પર રશિયાના કબજાથી પણ નારાજ 

સૂત્રો અનુસાર એવું લાગે છે કે બેજિંગે અત્યાર સુધી કોઈ નિર્ણય કર્યો નથી કેમ કે રશિયા અને ચીન વચ્ચે ઉપકરણોની કિંમત અને દાયરા વિશે વાતચીત ચાલી રહી છે. સુલિવને કહ્યું કે લોકો સાથે એમ કહી શકું કે આ યુદ્ધ અનપેક્ષિત છે. એક વર્ષ પહેલા બધા જ કીવના પતન વિશે તૈયારી કરી રહ્યા હતા. એક વર્ષ બાદ બાઈડેન કીવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ઊભા થઇને જાહેરાત કરી રહ્યા હતા કે કીવ હજુ અડીખમ છે.  અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે રવિવારે કહ્યું કે અમેરિકાએ ક્રીમિયા પર રશિયાના કબજાને ન તો ક્યારેય માન્યતા આપી હતી અને ન તો આપશે.