×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USના આ અહેવાલથી 1 જ દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 35%નો કડાકો

image : Envato


નવી દિલ્હી, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર

ભારતીય અબજપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ગત 10 દિવસોમાં તેમની નેટવર્થમાંથી 52 અબજ ડૉલરની મોટી રકમ ધોવાઈ ગઇ હતી અને દુનિયાના ધનિકોની યાદીમાં પણ તેઓ બીજા ક્રમેથી સીધા સરકીને 21મા ક્રમે આવી ગયા છે. 

હિન્ડેનબર્ગ રિસર્ચની ઈફેક્ટ...

રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના અહેવાલ બાદથી અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓની હાલત દયનીય થઈ ચૂકી છે. તાજેતરમાં Dow Jones Index દ્વારા અદાણીના શેરોને બહાર કરવાનો અહેવાલ જાહેર થયા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 35 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. કંપનીના સ્ટૉક 35%ના કડાકા સાથે 1,017.45ના નીચલા સ્તરને સ્પર્શી ગયા હતા. 

ડાઉ જોન્સે પર આકરો નિર્ણય કર્યો 

અમેરિકાના ડાઉ જોન્સે સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સથી અદાણી એન્ટરપ્રાઈઝના શેરને બહાર કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય કંપનીના શેરોમાં સતત કડાકાને ધ્યાનમાં રાખીને લેવાયો હતો. હિન્ડેનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપને લઈને સ્ટોક હેરફેર- એકાઉન્ટિંગ ફ્રોડ સહિત અનેક પ્રકારના દાવા કરાયા હતા. 

હાલમાં દરરોજ કડાકા...

હાલમાં દરરોજ અદાણીના સ્ટૉક્સમાં કડાકો બોલાઈ રહ્યો છે. તેમની સંપતિ પણ તેના લીધે ઘટતી જઇ રહી છે. આ વર્ષે ૨૦૨૩માં અત્યાર સુધી તેમને 59.2 અબજ ડૉલરનું નુકસાન થયું છે અને તેમાંથી ૫૨ અબજ ડૉલરનું નુકસાન તો માત્ર 10 જ દિવસમાં થયું છે. ગત 24 કલાકમાં જ ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં વધુ 5 ક્રમ નીચે સરકી ગયા હતા.