×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP+YOGI =UPYOGI: પીએમ મોદીએ ગંગા એકસપ્રેસ-વેના શિલાન્યાસ પ્રસંગે નવો નારો આપ્યો


નવી દિલ્હી,તા.18.ડિસેમ્બર,2021

ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતી વખતે આજે પીએમ મોદીએ એક સભાને સંબોધન કર્યુ હતુ નવો નારો આપ્યો હતો કે, UP+YOGI =UPYOGI.

તેમણે કહ્યુ હતુ કે, આપણે ત્યાં કેટલીક રાજકીય પાર્ટીઓ એવી છે જેમને દેશના વારસા સાથે અને વિકાસ સાથે પણ વાંધો છે.તેમને પોતાની વોટ બેન્કની ચિંતા વધારે હોય છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ રાજકીય પક્ષોને દેશના વિકાસ સામે વાંધો એટલા માટે છે કારણકે ગરીબોની તેમના પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે.તેમને ગંગાજીના સફાઈ અભિયાન સામે વાંધો છે.આ જ લોકો આતંકીઓ સામે સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા હોય છે.આ એ જ લોકો છે જે ભારતીય વૈજ્ઞાનિકો બનાવેલી કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવતા હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષને તો બાબા વિશ્વનાથનુ કે અયોધ્યામાં ભગવાન રામનુ ભવ્ય મંદિર બને તેની સામે પણ વાંધો છે.તમે બધા જાણો છે કે, પહેલા પશ્ચિમ યુપીમાં કાયદો અને વ્યવસ્થા કેવી હતી.પહેલા સાંજ થતા જ તમંચો લહેરાવનારા રસ્તા પર આવી જતા હતા.પાંચ વર્ષ પહેલા રાજ્યના બહુ ઓછા વિસ્તારોમાં વીજળી મળતી હતી પણ આજે યુપીમાં બધાનુ ભલુ થઈ રહ્યુ છે.પાંચ વર્ષ પહેલા જનતાના પૈસાનો દુરપયોગ થતો હતો.તમને પણ આ વાતની ખબર છે.આજે યુપી સરકારે 80 લાખ મફત વીજળી કનેક્શન આપ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પહેલા મોટી યોજનાઓ કાગળ પર શરુ કરીને વિપક્ષો પોતાની તિજોરી ભરતા હતા.હવે અમે  જમીન પર યોજનાઓ શરુ કરી રહ્યા છે.જેથી તમે સમૃધ્ધ બનો.લોકોના પૈસા ક્યાં વપરાતા હતા તે તમે જોયુ છે.આજે યુપીના પૈસા યુપીના વિકાસમાં લાગી રહ્યા છે.ગંગા એક્સપ્રેસ વે પણ લોકો માટે પ્રગતિનો નવો દરવાજો ખોલશે.