×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: ધર્માંતરણ કેસની વિદેશી લિંક, ઝાકિર નાઈકના સહયોગીને મળ્યો હતો ઉમર, હવાલાથી મળ્યા 1.5 કરોડ


- પૈસા ગલ્ફ રૂટથી ઉમર ગૌતમ સુધી ચાંદની ચોકના હવાલા રેકેટ દ્વારા પહોંચ્યા હતા

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કેસને લઈને દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તનના કેસમાં પણ 'વિદેશી માસ્ટરમાઈન્ડ'નું કનેક્શન સામે આવ્યું છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દાવા મોડ્યુલના ભાંડા ફુટી રહ્યા છે. 

જાણવા મળ્યા મુજબ ઉમર ગૌતમના ઈસ્લામિક દાવા સેન્ટરના તાર કતારના સૌથી મોટા ધર્મ પરિવર્તન કરાવતા ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના ભાગેડુ ઝાકિર નાઈકનો સહયોગી રહી ચુક્યો છે. ઉમર ગૌતમ 2006ના વર્ષમાં દોહા ખાતે ઝાકિર નાઈકના સહયોગી બિલાલ ફિલિપને મળ્યો હતો. ઉમર ગૌતમ અને બિલાલ ફિલિપે ઈસ્લામિક એજ્યુકેશન માટે એક એમઓયુ પણ સાઈન કર્યો હતો. 

ઉમર ગૌતમ પીએફઆઈ, જમાત-એ-ઈસ્લામી હિંદ, તબલિગી જમાત ઉપરાંત વહદાત-એ-ઈસ્લામી સાથે સંબંધ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે અને તપાસ એજન્સીઓ તે અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે વિદેશમાં બેઠેલા ધર્મ પરિવર્તનના માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપે એક ડઝન કરતા પણ વધારે ભારતીયોને આઈએસમાં રેડિકલાઈઝેશન કરીને ઓનલાઈન ભરતી કર્યા હતા. 

ઉમર ગૌતમને હવાલા દ્વારા વિદેશોથી ફન્ડિંગ પહોંચાડવામાં આવી રહ્યું હતું. હવાલા દ્વારા ગલ્ફ રૂટથી ઉમર સુધી પૈસા મોકલવામાં આવી રહ્યા હતા. ઉમર ગૌતમના HSBC એકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયા હવાલા દ્વારા આવ્યા હતા. પૈસા ગલ્ફ રૂટથી ઉમર ગૌતમ સુધી ચાંદની ચોકના હવાલા રેકેટ દ્વારા પહોંચ્યા હતા. આ પેસા કતાર, દુબઈ, કુવૈત અને તુર્કી દ્વારા ઉમર સુધી પહોંચતા હતા.