×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UN જળવાયુ સંમેલનઃ COP26માં ભારતનો મહત્વનો વિજય, અંતિમ સમયે દુનિયાને મનાવી પોતાની વાત


- ગ્લાસગો જળવાયુ સમજૂતી અંતર્ગત તમામ દેશ 2030 સુધી પોતાના વર્તમાન ઉત્સર્જન લક્ષ્યો પર ફેરવિચારણા માટે સહમત બન્યા

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2021, રવિવાર

સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ26માં ભારતને મોટી ડિપ્લોમેટિક જીત મળી છે. સંમેલન દરમિયાન ગ્લોબલ વોર્મિંગ મામલે થયેલી સમજૂતી દરમિયાન ભારત અંતિમ સમયમાં 200 દેશોને એ સમજાવવામાં સફળ રહ્યું કે, કોલસાના ઉપયોગને તબક્કાવાર રીતે ખતમ કરવાના બદલે તેના ઉપયોગને તબક્કાવાર રીતે ઘટાડવામાં આવે. ભારતે સમજૂતીના અંતિમ સમયમાં કોલસાને 'ફેઝ આઉટ'ના બદલે 'ફેઝ ડાઉન'માં સામેલ કરાવ્યો. ત્યાર બાદ ભારતે પણ COP26ના એ પ્રસ્તાવનું સમર્થન કરી દીધું જેને 200 દેશો તરફથી પસાર કરવામાં આવેલો. 

1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હાંસલ કરવાનું લક્ષ્ય

આ સમજૂતીમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાં ભારત અને ચીન વિશ્વના અન્ય દેશોને અંતિમ સમયમાં કોલસા અને જીવાશ્મ ઈંધણનો ઉપયોગ ખતમ કરવાના બદલે ઘટાડવાની વાત સમજાવી શક્યા. ગ્લાસગો જળવાયુ સમજૂતી અંતર્ગત તમામ દેશ 2030 સુધી પોતાના વર્તમાન ઉત્સર્જન લક્ષ્યો પર ફેરવિચારણા માટે સહમત બન્યા. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યુએન જળવાયુ પરિવર્તન સંમેલનને ભલે એક મહત્વનું પગલું ગણાવ્યું હોય પરંતુ તેમણે વિશ્વને જળવાયુ સંકટ તરફ આગળ વધી રહ્યા હોવાની ચેતવણી પણ આપી હતી. અમેરિકી જળવાયુ પ્રમુખ જોન કેરીએ જણાવ્યું કે, આ સમજૂતી જળવાયુ પરિવર્તનની દિશામાં કોઈ અંતિમ સમજૂતી નથી. આપણે હજું ઘણું બધુ કરવાની જરૂર છે.