×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UNમાં ભારતે કહ્યું અસ્થાયી શ્રેણીના વિસ્તરણથી સમસ્યાનો ઉકેલ નથી, કાયમી સભ્યપદના દાવાનો બચાવ કર્યો

Image : Twitter

અમદાવાદ, 05 એપ્રિલ 2023, બુધવાર

UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે યુએન સુરક્ષા પરિષદમાં તેની કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે અસ્થાયી શ્રેણીના વિસ્તરણ કરવાથી સભ્યોની બે શ્રેણીઓ વચ્ચે અણબનાવ થશે અને સમસ્યાનો ઉકેલ આવશે નહીં.

UNSCને સંબોધતા કંબોજે જણાવ્યું હતું કે ભારત સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યપદના વિસ્તરણના પક્ષમાં છે પરંતુ માત્ર અસ્થાયી શ્રેણીમાં વિસ્તરણ કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. આમ કરવાથી કાયમી અને અસ્થાયી સભ્યો વચ્ચેનું અંતર વધશે અને વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ જોતા આ યોગ્ય નથી. સુરક્ષા પરિષદની વર્તમાન રચના સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી. આમાં સુધારા કરવાની તાતી જરૂરીયાત છે.

ભારત સુરક્ષા પરિષદમાં બંને શ્રેણીના વિસ્તરણના પક્ષમાં

UNSCને સંબોધતા કંબોજે સ્પષ્ટ કર્યું કે ભારત સુરક્ષા પરિષદના વાસ્તવિક સુધારા માટે આગળના એકમાત્ર માર્ગ તરીકે સુરક્ષા પરિષદમાં સભ્યપદની કાયમી અને અસ્થાયી એમ બંને શ્રેણીના વિસ્તરણના પક્ષમાં છે.

UNના 122માંથી 113 સભ્યો વિસ્તરણની તરફેણમાં

કંબોજે UNના 2015ના ફ્રેમવર્ક ડોક્યુમેન્ટને ટાંકીને જણાવ્યું હતું કે UNના 122 સભ્ય દેશોમાંથી 113 વર્તમાન બંને કેટેગરીમાં વિસ્તરણને સમર્થન આપ્યુ હતું. આનો અર્થ એ છે કે દસ્તાવેજમાં 90 ટકાથી વધુ લેખિત સબમિશન બંને કેટેગરીના સભ્યપદને વિસ્તૃત કરવાની તરફેણમાં છે તો પછી શા માટે કાયમી સભ્યપદનો પણ વિસ્તાર કરવો જોઈએ. કાયમી કેટેગરીમાં વિસ્તરણ અલોકતાંત્રિક હોવાની દલીલો પર કંબોજે કહ્યું કે અમે સમજી શકતા નથી કે મોટાભાગના સભ્યો જે માંગ કરી રહ્યા છે તે કેવી રીતે અલોકતાંત્રિક છે.

ભારત UNમાં મતદાનતી દુર રહ્યું

સંયુક્ત રાષ્ટ્રની માનવઅધિકાર પરિષદમાં ફરી એકવાર રુશિયાની વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવ પર ભારતે મતદાનથી દુર રહ્યા હતું. આ પ્રસ્તાવ યુદ્ધ અપરાધ વિરુદ્ધ તપાસને આગળ વધારવા માટે લાવવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટ રિઝોલ્યુશનને 28 દેશોએ સમર્થન આપ્યુ હતું જ્યારે 17 દેશો મત આપવાથી દુર રહ્યા હતા. ફક્ત બે દેશોએ જ આ પ્રસ્તાવ વિરુદ્ધ મત આપ્યા જેમા ચીન પણ સામેલ છે.