×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UNમાં ફરી એક વખત ભારતે પાકિસ્તાનને ઉધડો લીધો, ચીન સાથેના સંબંધો પર બરોબરનું સંભળાવ્યું

Image: DD India 


સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ બેઠક ચાલી રહી છે. જેમાં ભારતે પાકિસ્તાનને પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે ઘણી વખત વળતા પ્રહારોના જવાબ આપ્યા છે. ગઈકાલે પણ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ બેઠકમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે પાકિસ્તાનનું નામ લઈને નિશાન સાધ્યું અને કહ્યું હતું કે, જે દેશો પોતાના રાજકીય ફાયદા માટે પડોશી દેશોમાં આતંકવાદ ફેલાવે છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. ભારતે આતંકવાદ વિરુધ વિશ્વના દેશો એકસાથે સામે આવવાની પણ વાત કરી હતી. સુરક્ષા પરિષદની ભારતે આડકતરી રીતે સીમા સમજૂતીના ઉલ્લંઘન બેઠકમાં માટે ચીન પર પણ ટિપ્પણી કરી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાનું શાસન હોવું જોઈએ
ગઈકાલે જાપાનની અધ્યક્ષતામાં સુરક્ષા પરિષદમાં ઓપન ચર્ચા થઈ હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાનું શાસન હોવું જોઈએ, જેથી આતંકવાદથી દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને કોઈ ખતરો ન રહે અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમામ દેશો આતંકવાદ જેવા ખતરાનો સામનો કરવા માટે એકસાથે આવશે. રૂચિરા કંબોજે કહ્યું કે, રાજકીય લાભ માટે બેવડા ધોરણો અપનાવવા ન જોઈએ.

કાયદાનું શાસન ત્યારે જ લાગુ થાય જ્યારે તમામ દેશો એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર  કરતા હોય
રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, કાયદાનું શાસન ત્યારે જ લાગુ થઈ શકે છે જ્યારે તમામ દેશો એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરશે, જેમ તેઓ પોતાના દેશની સાર્વભૌમત્વનું સન્માન કરે છે. ચીન વિશે થોડાક શબ્દોમાં કહ્યું હતુ કે, કરારોનું પાલન એ કાયદાના શાસનની પ્રથમ શરત છે. તેનો અર્થ એ છે કે બે દેશો વચ્ચે થયેલા કરારોનું પાલન થવું જોઈએ અને તેને બદલવા માટે કોઈ એકપક્ષીય પ્રયાસ થવો જોઈએ નહિ.