×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UNની મિટિંગમાં ભારતે મુંબઈ હુમલાના આતંકીનો ઓડિયો સંભળાવ્યો


નવી દિલ્હી,તા.28.ઓક્ટોબર.2022

મુંબઈમાં ચાલી રહેલી યુએનની સિક્યુરિટી કાઉન્સિલની મિટિંગમાં મુંબઈ પર થયેલા આતંકી હુમલા વખતે આતંકવાદી અને પાકિસ્તાનમાં બેઠેલા કાવતરાખોર વચ્ચેનો ઓડિયો રજૂ કરીને ભારતે પાકિસ્તાનને ઉઘાડુ કરી નાંખ્યુ હતુ.

26-11ના મુંબઈ હુમલા વખતે સિક્યુરિટી એજન્સીઓ દ્વારા મુંબઈમાં આતંકી હુમલામાં સામેલ આતંકી અને્ પાકિસ્તાનમાં બેઠેલા કાવતરા ખોર સાજિદ મીરના કોલનુ રેકોર્ડિંગ કર્યુ હતુ.

જેમાં સાજિદ આતંકીઓને કહેતો સંભળાય છે કે, જ્યાં પણ હિલચાલ દેખાય ત્યાં ફાયર કરો..જેના જવાબમાં આતંકી વિશ્વાસ અપાવે છે કે, એવુ જ થશે...

સિક્યુરિટી કાઉન્સિલની કાઉન્ટર ટેરરિઝમ કમિટિની બેઠક એ જ તાજ પેલેસ હોટલમાં યોજાઈ રહી છે જેને આતંકીઓએ મુંબઈ હુમલા વખતે ટાર્ગેટ કરી હતી.આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી, યુએઈના ગૃહ મંત્રી સામેલ થઈ રહ્યા છે.

મુંબઈ પર થયેલા હુમલામાં 160 લોકો માર્યા ગયા હતા.આતંકીઓએ બે ફાઈવ સ્ટાર હોટલો સહિત બીજા સ્થળોને ટાર્ગેટ કર્યા હતા.