×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ukraine War: રશિયાએ કીવ ખાતે ઓઈલ ડેપો ઉડાવ્યો, ચારેબાજુ ઝેરી ધૂમાડો ફરી વળ્યો


- રશિયાએ કીવ પાસે આવેલી રેડિયોએક્ટિવ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર એરસ્ટ્રાઈક કરી દીધી

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી, 2022, રવિવાર

રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો આજે ચોથો દિવસ છે. કીવ પર કબજો મેળવવા માટે રશિયાએ હુમલા વધારે તેજ બનાવી દીધા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. આ તરફ અમેરિકા, યુરોપીય સંઘ અને બ્રિટને રશિયાની સેન્ટ્રલ બેંક પર પ્રતિબંધ મુકી દીધો છે. જર્મનીએ રશિયન વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. 

યુક્રેનના PMએ પશ્ચિમી દેશોનો આભાર માન્યો

પશ્ચિમી દેશોએ રશિયન બેંકોને સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમમાં પ્રતિબંધિત કરી આ નિર્ણયનું યુક્રેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્યામલે ટ્વિટમાં લખ્યું હતું કે, તમારા સૌનો આભાર. તમે આ સમયે અમારૂં સમર્થન કર્યું. યુક્રેનના લોકો  આ કદી નહીં ભૂલે. 

કીવમાં ઝેરી ધૂમાડાની ચેતવણી

કીવમાં તેલ ડેપો પર મિસાઈલ હુમલા બાદ ઝેરી ધૂમાડો ફેલાયો છે. આ કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ બધા વચ્ચે લોકોને ઘરની બહાર ન નીકળવા અને બારી પણ ન ખોલવાની ચેતવણી આપવામાં આવી છે. 

રશિયા ખૂબ જ આક્રમક બની ગયું છે. તેણે યુક્રેનના ખારકીવ ખાતે એક ગેસ પાઈપલાઈનને ઉડાવી દીધી છે. જ્યારે વાસિલ્કિવ શહેરમાં રશિયન બેલિસ્ટિક મિસાઈલ્સ વડે એક તેલ ડેપોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. 

કીવ પર હુમલો કબજો જમાવવા માટે રશિયાએ ચારે બાજુથી હુમલો કરી દીધો છે. રાતે 9 વાગ્યા બાદ ત્યાં 2 વિસ્ફોટો થયા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે, રશિયાએ કીવ પાસે આવેલી રેડિયોએક્ટિવ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર એરસ્ટ્રાઈક કરી દીધી છે. જોકે હજુ સુધી ગળતરના કોઈ સમાચાર નથી મળ્યા.