×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ukraine Live: રશિયાએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપી, યુદ્ધ શરૂ થવાની શક્યતા


મોસ્કો, તા. 24 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

રશિયાનું સૈન્ય યુક્રેનથી સ્વતંત્ર જાહેર કરેલા દેશ ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પ્રવેશી ચૂક્યુ છે. રશિયન લશ્કર બળવાખોરોની સાથે મળીને યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની શરૂઆત કરી. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું કે અમે લશ્કરી કાર્યવાહી જાહેર કરી છે. યુક્રેન ઉપર કબજો જમાવવાનો કોઈ ઈરાદો નથી. અમે માત્ર વધુ સહકાર ઇચ્છીએ છીએ. હું યુક્રેન સેના ને શસ્ત્ર મૂકી સહકાર આપવા અપીલ કરી રહ્યો છું. 

ડોનબાસ ખાતે અમે કાર્યવાહી શરૂ કરી રહ્યા છીએ. નાટો રશિયાને સહકાર નથી આપી રહ્યું. નાટો રશિયાની સરહદ તરફ આગળ વધી રહ્યું છે અને રશિયાના હિતની વિરુદ્ધ કામગીરી કરી રહ્યું છે. સોવિયેત યુનિયન ધ્વસ્ત થતાં વિશ્વમાં સ્ત્તાની ધુરા અસમતોલ થઈ છે. આવી સ્થિતિમાં અમેરિકા સામે ઘૂંટણિયે પડી જીવવવની વાત થઈ રહી છે. આ વાત માત્ર રશિયાની નથી પણ સમગ્ર દુનિયાને લાગુ પડે છે એટલે બધાએ રશિયાને સહકાર આપવો જોઈએ.

અમેરિકાએ એફ-35 વિમાનો તૈનાત કર્યા
રશિયાનું સૈન્ય યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન થયેલી અથડામણમાં યુક્રેનના છ સૈનિક માર્યા ગયા છે. જેના જવાબમાં અમેરિકાએ પણ પોલેન્ડમાં F-35 ફાઈટર વિમાનો તૈનાત કર્યા છે. 

પૂર્વી યુક્રેનમાં યુદ્ધવિરામનો 94 વખત ભંગ
યુક્રેન પર રશિયાના હુમલાને ટાળવા માટે સમગ્ર વિશ્વની તાકાત સક્રિય છે.  પૂર્વી યુક્રેનમાં અલગતાવાદીઓ અને લશ્કર વચ્ચેના યુદ્ધવિરામનો છેલ્લા એક જ દિવસમાં 94 વખત ભંગ કરવામાં આવ્યો છે. બીજી બાજુએ રશિયાના લશ્કરના હુમલાની સંભાવનાએ યુક્રેને ૩૦ દિવસ માટે કટોકટી જાહેર કરી છે.

યુક્રેન વિવાદમાં અમેરિકાનું આકરું પગલું
યુક્રેન  વિવાદના પગલે અમેરિકાના પ્રમુખ જો બાઇડેને રશિયાને પશ્ચિમ સાથે કારોબાર કરવા અસમર્થ બનાવવા માટે આકરા પ્રતિબંધો લાદ્યા છે. તેના લીધે રશિયા માટે પશ્ચિમમાંથી નાણાકીય સ્ત્રોતોના બધા માર્ગ બંધ થઈ ગયા છે. 


આ બ્રેકિંગ ન્યુઝ છે . વધુ વિગતો માટે પેજ રિફ્રેશ કરતા રહો.