×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ukraine Crisis Live: યુક્રેનના 2 વિદ્રોહી વિસ્તારને રશિયાએ આપી સ્વતંત્ર માન્યતા


નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનના 2 વિદ્રોહી અને અલગાવવાદી વિસ્તારોમાં Donetsk અને Luganskની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. પશ્ચિમી દેશોની પાબંધી લગાવવાની ચેતવણી હોવા છતા રશિયન રાષ્ટ્રપતિએ રાજ્ય દ્વારા સંચાલિત ટેલિવિઝન પર પોતાના ભાવનાત્મક સંબોધનમાં બંન્ને વિસ્તારોને સ્વતંત્રાની માન્યતા આપી છે. રશિયાના આ પગલાને કારણે પશ્ચિમી દેશો અને યુક્રેન સાથે તણાવ વધવાની દહેશત વધુ ઘેરી બની છે.

આ મામલા સાથે જોડાયેલી મહત્વની જાણકારી 10 પોઈન્ટ્સમાં સમજો

1. ટેલિવિઝન પર પુતિને જણાવ્યું હતું કે, 'મારુ માનવુ છે કે, ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિકની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને તાત્કાલિક માન્યતા આપવા માટે લાંબા સમયથી અટકી રહેલો નિર્ણય લેવો જરૂરી છે.' ક્રેમલિનમાં વિદ્રોહી નેતાઓની સાથે પારસ્પરિક સહાયતા કરાર પર હસ્તાક્ષર કરવા પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ આ વાત કહી હતી.

2. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના આ પગલાની નિંદા કરી છે. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને જર્મનીના ચાન્સલર સાથે વાત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા વિરુદ્ધ પૂરી રીતે પ્રતિબંધ લગાવવાનું આહવાન કર્યું છે અને આતંરરાષ્ટ્રીય સમર્થન માંગ્યું છે.

3. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ પૂર્વી યુક્રેનમાં રશિયા દ્વારા નવી માન્યતા પ્રાપ્ત વિદ્રોહી પ્રદેશો સામે નાણાકીય પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ લુંગાસ્ક, ડોનેટ્સ્કની સામે પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ રશિયા પર તરત પ્રતિબંધ નથી લગાવ્યો.

4. રાષ્ટ્રપતિ જો બાઈડને કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરતા જણાવ્યું હતું કે, મેં રશિયાને આતંરરાષ્ટ્રીય કાયદાના ઘોર ઉલ્લંઘનથી લાભની તક આપવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમે આગામી પગલાઓ પર યુક્રેન સહિતના સહયોગી દેશો અને ભાગીદારો સાથે સતત પરામર્શ કરી રહ્યા છીએ.

5. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનના બે વિદ્રોહી  વિસ્તારોને સ્વતંત્ર માન્યતા આપવાના રશિયાના આ પગલાની નિંદા કરી છે અને યુરોપિયન યુનિયનને મોસ્કો પર નવા પ્રતિબંધો લાદવા વિનંતી કરી છે.  

6. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેસ્કીએ કહ્યું કે, હવે અરાજક તત્વો સામે કાર્યવાહી ન કરવા માટે કોઈ કારણ નથી. અમે આગળ પણ આ જ પ્રકારે બનાવી રાખવા માટે બધુ કરીશું. અમે શાંતિપૂર્ણ અને કૂટનીતિક માર્ગના પક્ષમાં છીએ. અમે ફક્ત આ માર્ગને અનુસરીશું. અમે અમારી પોતાની ધરતી પર છીએ અને અમે કોઈનાથી ડરતા નથી. અમે કોઈનું કંઈ દેવું રાખ્યું નથી. અમે કોઈને કંઈ આપીશું નહીં. અમને આમાં પૂરો વિશ્વાસ છે.

7. મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયા 'શાંતિરક્ષક દળ' ડોનેટ્સકમાં આગળ વધી રહ્યુ છે. જાપાનના એક સમાચાર પત્રમાં જણાવ્યું હતું કે, જો રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપે તો જાપાન રશિયા પર અમેરિકી નેતૃત્વવાળા પ્રતિબંધોમાં શામેલ થઈ શકે છે. જેમાં ચીપ અને બીજા મુખ્ય પ્રોદ્યોગિકી નિકાસ પર પ્રતિબંધ સામેલ છે.

8. એએફપીના પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને ફ્રાન્સ સહીત પશ્ચિમી દેશોએ સહયોગી યુક્રેનમાં અલગાવવાદી વિસ્તારોની રશિયા દ્વારા માન્યતા આપવાના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક તાત્કાલિક બેઠકનો અનુરોધ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, યુક્રેન તરફથી સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રના આધારે બેઠકના અનુરોધ પાછળના દેશોમાં યુનાઇટેડ કિંગડમ, આયર્લેન્ડ અને અલ્બેનિયાનો સમાવેશ થાય છે.

9. પશ્ચિમી દેશોએ દાવો કર્યો છે કે, ફાઇટર જેટ, ટેન્ક, હેલિકોપ્ટર અને ભારે શસ્ત્રો સાથેના રશિયન દળો યુક્રેનની સરહદથી થોડાક કિલોમીટરના અંતરે તૈનાત છે. આ બધુ જ આ વિસ્તારમાં એક પૂર્ણ રીતે યુદ્ધ શરૂ કરવાના ઈરાદા તરફ ઈશારો કરી રહ્યું છે.

10. યુક્રેને પણ આ હુમલા સામે રશિયાને ચેતવણી આપતા કહ્યું છે કે, વિશ્વના ઘણા દેશો પહેલાથી જ મોસ્કો વિરુદ્ધ પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યા છે. યુક્રેનના વિદેશી બાબતોના પ્રધાન દિમિત્રો કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે, 'તેમાં કોઈ શંકા નથી કે વિશ્વ વાતચીત કરે છે અને પછી પ્રતિબંધો પર આગળ વધે છે.'