×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UAEએ ફિલ્મોમાં સેન્સરશિપ અંગે લીધો એક મહત્વનો નિર્ણય, રોકાણ અને પર્યટનને પ્રોત્સાહન આપવા ખાડી દેશનો પ્રયત્ન


- યુએઈમાં હવે પરંપરાગત ઈસ્લામિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા સંવેદનશીલ દૃશ્યોને કાપવાના બદલે તેને 21 પ્લસ રેટિંગ આપવામાં આવશે

નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર, 2021, મંગળવાર

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ રવિવારે જાહેરાત કરી હતી કે, હવેથી સિનેમાઘરોમાં રીલિઝ થતી ફિલ્મોને સેન્સર નહીં કરવામાં આવે. યુએઈની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી હવે ફિલ્મોમાં સેન્સરશિપના બદલે તેને 21 પ્લસ રેટિંગમાં રીલિઝ કરશે. યુએઈમાં હવે પરંપરાગત ઈસ્લામિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા સંવેદનશીલ દૃશ્યોને કાપવાના બદલે તેને 21 પ્લસ રેટિંગ આપવામાં આવશે. 

યુએઈની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ એક ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, 'ફિલ્મોને હવે તેમના આંતરરાષ્ટ્રીય સંસ્કરણો પ્રમાણે સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.'

છેલ્લા કેટલાક સમયથી કાયદાઓમાં સંશોધન

સંયુક્ત આરબ અમીરાતમાં એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મો નિયમિતપણે કટ કે એડિટ કરવામાં આવે છે. યુએઈનો આ નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, તે પોતાની અર્થવ્યવસ્થાની તેલ પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. યુએઈ તાજેતરના વર્ષોમાં પોતાના કાયદાઓમાં અનેક પ્રકારના સંશોધનો કર્યા છે. ખાડી દેશ ઈચ્છે છે કે, વિશ્વ સામે તેની છબિ એક ઉદાર અને સુધારવાદી મુસ્લિમ દેશની બને જેથી વિદેશી રોકાણ અને પર્યટનને પ્રોત્સાહન મળે. 21 પ્લસ રેટિંગ પણ પોતાની આ છબિને પ્રોત્સાહન આપવા માટેનો યુએઈનો એક નવતર પ્રયત્ન છે.