×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

totke cyclone: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદ, 18 મે 2021 મંગળવાર

વિનાશક ચક્રવાત તોકતેનાં કારણે અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં સુસવાટા મારતા પવનની સાથે-સાથે ભારે વરસદ થયો, જેથી શહેકમાં સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જાવો મળ્યા, વાવાઝોડાના કારણે શહેરનાં વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશયી થયા તો, વરસાદનાં પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમા ઝાડ ધરાશાઈ થયું. તીવ્ર પવનના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોની પરિસ્થિતી પણ કફોડી થઇ છે. સિવિલ હોસ્પિટલનાં રોડ ઉપર પાણી ભરાયાં. તો તંત્ર દોડતું થયું સિવિલમાં દર્દીઓની સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં સવાટા મારતા પવનની થયેલા વરસાદ બાદ રિવરફ્રન્ટ રોડ ઉપર અનેક વૃક્ષો પડી ગયા અને પાણી ભરાયાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો, અમદાવાદમાં  ભારે પવનના અને વરસાદના કારણે ભરબપોરે અંધારપટ છવાયો હતો.

અમદાવાદમાં ભારે વરસાદથી હાટકેશ્વર સર્કલ જળબંબાકાર. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોના માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા, સતત પડી રહેલા વરસાદને લઈને પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી હતી. આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા હતા. હાટકેશ્વર સર્કલ પર કોરોના ટેસ્ટિંગ ડોમ હવામા ફંગોળાઇને ધરાશયી થયો હતો. જો કે આ પ્રકારની સ્થિતી શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં પણ સર્જાઇ હતી.