×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

T20 વર્લ્ડ કપ: સેમી ફાઈનલમાં જુઓ કઈ ટીમ કોની સામે ટકરાશે, ભારતનું પલડું ભારે


- બીજી સેમિફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે (IND vs ENG) જે 10 નવેમ્બરે એડિલેડ ઓવલ ખાતે રમાશે

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર 2022, સોમવાર

T20 વર્લ્ડ કપની સેમિફાઈનલની 4 ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત ગ્રુપ 2માં ટોચ પર રહીને અંતિમ ચારમાં પ્રવેશ્યું જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને રહીને સેમિફાઈનલ માટે ક્વોલિફાય થયું છે. ટીમ ઈન્ડિયાએ સુપર 12ની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 71 રને હરાવીને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ચોથી વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. પ્રથમ ગ્રૂપમાંથી ન્યુઝીલેન્ડે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું.

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન (NZ vs PAK)ની ટીમો વચ્ચે 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1:30 વાગ્યાથી રમાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. બીજી સેમિફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે (IND vs ENG) જે 10 નવેમ્બરે એડિલેડ ઓવલ ખાતે રમાશે. ભારતમાં આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ (India vs England Semi Final Live Telecast Streaming ) બપોરે 1:30 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.


13 નવેમ્બરે બંને સેમિફાઈનલની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. એક લાખ દર્શકોની ક્ષમતાવાળા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચ રમાશે. જો વરસાદ સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં ખલેલ પહોંચાડે છે તો તેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એટલે કે, બીજા દિવસે પણ મેચ રમી શકાશે. ઉપરોક્ત મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર જોઈ શકાશે.

ભારતનું પલડું ભારી

T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અત્યાર સુધી ત્રણ વખત આમને સામને થઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે જ્યારે એક મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે. એકંદરે બંને ટીમો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વખત સામસામે આવી ચુકી છે જેમાં ભારતે 12 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે 10 મેચ જીતી છે. એકંદરે આંકડાઓ પર નજર કરીએ તો ભારતનું પલડું ભારે જણાય છે.