×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

T-20 World Cupમાં ભારતની સતત બીજી હાર, ટીમ ઇન્ડિયાના એક નિર્ણયથી બાજી બગડી

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2021, રવિવાર

ટી-20 વર્લ્ડ કપના સુપર-12માં ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું છે. વર્લ્ડ કપમાં ભારતની આ સતત બીજી હાર છે.  ભારતે આ મેચમાં પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો, જેના કારણે ભારતને મોટી કિંમત ચૂકવવી પડી હતી. 

ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. ભારતે પહેલા બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડને 111 રનનું લક્ષ્ય આપ્યું હતુ. જે ન્યૂઝિલેન્ડના બેટ્સમેનોએ 14.3 ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધું.  ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 70 રનમાં જ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી.

વિરાટની સેના ટી-20 વર્લ્ડ કપના સેમી ફાઈનલમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારત તેની પહેલી મેચ પાકિસ્તાન સામે 10 વિકેટથી હાર્યું હતું.

સૂર્યકુમાર યાદવ પીઠની સમસ્યાને કારણે પ્લેઇંગ-11માં સામેલ થયો નહોતો, તેના જગ્યાએ ઇશાન કિશનને તક આપવામાં આવી હતી. 

ન્યૂઝિલેન્ડના બેટ્સમેનો શરૂઆતથી જ ભારતના બોલરો પર હાવી થઈ ગયા હતા. બુમરાહને છોડી તમામ બોલરોની કીવી બેટ્સમેનોએ તમામ બોલરોને ઝૂડી નાખ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી ડેરિલ મિશેલે 35 બોલમાં 49 રન, કેપ્ટન કેન વિલિયમસનએ અણનમ 33 રન, માર્ટિન ગપ્ટિલ 20 રન અને ડિવોન કોન્વેએ અણનમ 2 રન કર્યા હતા.