×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBI પોલિસી Live : વ્યાજદર 4%ના દરે યથાવત, વધતી મોંઘવારી સૌથી મોટી સમસ્યા

નવી દિલ્હી,તા. 08 એપ્રિલ 2022, શુક્રવાર

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોંઘવારીના વિષચક્ર વચ્ચે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવી છે. આરબીઆઈએ બેંચમાર્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આરબીઆઈએ નવા નાણાંકીય વર્ષની પ્રથમ બેઠક, 6થી 8 એપ્રિલ સુધી યોજાયેલ મુદ્રા નીતિ નિર્ધારણ પોલિસીમાં વ્યાજદર 4 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિવર્સ રેપો રેટ 40 બીપીએસ વધારીને 3.75% અને CRR 4%ના દરે યથાવત રાખવામાં આવ્યા છે.


RBI ગવર્નર Live :

વિદેશી હૂંડિયામણ મજબૂત સ્તરે

પોલિસીનું સ્ટેન્ડ અકોમોડેટીવ સ્તરે યથાવત

મોંઘવારી વધવાની આશંકા

FY23માં CPI 5.7% રહેશે : ગવર્નર

એપ્રિલ-જુનમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 6.3%

જુલાઈ-સપ્ટેમ્બરમાં 5%

ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 5.4% 

જાન્યુઆર-માર્ચ, 2023માં 5.1% રહેવાની સંભાવના

GDPનું અનુમાન 

FY23માં રિયલ GDP 7.2 રહેવાની સંભાવના

એપ્રિલ જુન GDP 16.2% રહેશે : ગવર્નર

જુલાઈ-સપ્ટેમ્બર 2022 6.2% રહેવાની સંભાવના

આરબીઆઈએ જીડીપી અને મોંઘવારી માટેના અનુમાનમાં ક્રૂડનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા મુકી છે