×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBIએ આપી જાણકારી : આવતીકાલથી બદલાશે ટ્રેડિંગનો સમય, જાણો…


નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2022 રવિવાર

બજારના વેપારી સમયને લઈને તાજેતરની અપડેટ સામે આવી છે. ભારતીય રિઝર્વ બેન્કએ નાણાકીય બજારના વેપારના સમયમાં પરિવર્તન કર્યુ છે. આરબીઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર બજારનો નવો ટાઈમ ટેબલ 18 એપ્રિલ સોમવારથી લાગુ થશે. અત્યાર સુધી વેપારનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ હવે 18 એપ્રિલ એટલે કે કાલથી વેપાર 9 વાગ્યાથી જ શરૂ થશે અને 3.30 વાગ્યા સુધી જારી રહેશે. આરબીઆઈએ બજારના વેપારી સમયમાં 30 મિનિટ વધારો દીધો છે. 

આરબીઆઈએ આપી જાણકારી

આરબીઆઈએ કહ્યુ કે કોવિડ પ્રતિબંધ ખતમ થવા અને લોકોની અવરજવર પર લાગેલા પ્રતિબંધ હટી જવા તથા ઓફિસમાં કામકાજ સામાન્ય હોવાના કારણે નાણાકીય બજારમાં વેપારની શરૂઆત સવારે નવ વાગ્યાથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે નાણાકીય બજાર માટે તેમના મહામારી પૂર્વ સમય સવારે 9 વાગ્યાથી ખુલવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

બજારમાં ટ્રેડિંગનો સમય

આરબીઆઈએ કહ્યુ કે ફોરેન એક્સચેન્જ માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝમાં લેવડદેવડ હવે બદલાયેલા સમય સાથે જ થશે. જોઈએ. વિદેશી ચલણ 18 એપ્રિલ 2022થી વિદેશી મુદ્રા ડેરિવેટિવ્સ, રૂપિયા વ્યાજ દર ડેરિવેટિવ્સ, કોર્પોરેટ બોન્ડસમાં રેપો વગેરે સહિત વિદેશી મુદ્રા ભારતીય રૂપિયા ટ્રેડો જેવા આરબીઆઈ વિનિયમિત બજારોમાં ટ્રેડિંગ પોતાના પૂર્વ-કોવિડ સમય એટલે કે સવારે 10 વાગ્યાના બદલે 9 વાગે સવારથી શરૂ થશે.