×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી-શેખ હસીના આવતીકાલે ભારત-બાંગ્લાદેશ ઊર્જા પાઈપલાઈનનું કરશે ઉદ્ઘાટન

Image - Facebook

નવી દિલ્હી, તા.17 માર્ચ-2023, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના આવતીકાલે 18 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. PMO ઓફિસે માહિતી આપતાં જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંદાજિત રૂ.377 કરોડના ખર્ચે બનવાયેલી આ પ્રથમ સીમા પાર ઊર્જા પાઈપલાઈન છે, જેમાં બાંગ્લાદેશમાં બનેલી પાઈપલાઈનના ભાગનો અંદાજિત રૂ.285 કરોડના ખર્ચ ભારત સરકાર દ્વારા અનુદાન સહાયતા ખર્ચ પેટે ઉઠાવાયો છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે લગભગ 131.5 કિમી લાંબી પાઈપલાઈન

આ પાઈપલાઈન એક વર્ષમાં એક મિલિયન મેટ્રીક ટ્રન પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પાઈપલાઈન દ્વારા શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના 7 જિલ્લામાં હાઈ-સ્પીડ ડીઝલ સપ્લાય કરાશે. ઢાકાના વીજ રાજ્ય મંત્રી નસરુલ હામીદે તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારતમાંથી ડીઝલ આયાત કરવા લગભગ 131.5 કિમી લાંબી પાઈપલાઈન બંધાઈ છે. આ પાઈપલાઈન 126.5 કિમી બાંગ્લાદેશમાં અને 5 કિમી ભારતમાં છે. ઉલ્લેખનિય છે કે, ભારત અને બાંગ્લાદેશની સરહદ પાર આ પહેલી ઊર્જા પાઈપલાઈન છે, જે અંદાજિત 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઈ છે.