×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી લખનૌ પહોંચ્યા, 4737 કરોડની 75 પરિયોજનાઓનુ કરશે ઉદ્ધાટન


લખનૌ, તા. 05 ઓક્ટોબર 2021 મંગળવાર

લખીમપુર ખીરીમાં વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનૌ પહોંચી ગયા છે. પીએમ મોદી 4737 કરોડની 75 પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને આધારશિલા મૂકશે. લખનૌ પહોંચીને પીએમ મોદી સૌથી પહેલા અર્બન કૉન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા. પીએમ મોદીની સાથે ત્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથા તથા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.

શુ છે પીએમ મોદીનો કાર્યક્રમ

મોદી જનપદ લખનૌ, કાનપુર, ગોરખપુર, ઝાંસી, પ્રયાગરાજ, ગાઝિયાબાદ અને વારાણસી માટે 75 સ્માર્ટ ઈલેક્ટ્રિક બસનુ ફ્લેગ ઑફ પણ કરશે. આ સિવાય વડા પ્રધાન તમામ જિલ્લામાં વડા પ્રધાન આવાસ યોજના અંતર્ગત પસંદ કરેલ 75 હજાર લાભાર્થીઓને ચાવીઓ વહેંચીને તેમની સાથે વાતચીત પણ કરશે.

વડા પ્રધાન સ્માર્ટ સિટી મિશનના અંતર્ગત આગ્રા, અલીગઢ, બરેલી, ઝાંસી, કાનપુર, લખનૌ, પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ અને અયોધ્યામાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઈન્ટેલિજેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને નગરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમૃત મિશનના અંતર્ગત પ્રદેશના વિભિન્ન શહેરોમાં ઉત્તર પ્રદેશ જળ નિગમ દ્વારા નિર્મિત પેયંજળ અને સીવરેજની કુલ 4,737 કરોડ રુપિયાની 75 વિકાસ પરિયોજનાઓનુ લોકાર્પણ પણ કરશે.