×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી પંજાબ પહોંચ્યા, પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે

Image : Twitter

PM મોદી આજે અકાલી દળના વડા અને દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક પ્રકાશ સિંહ બાદલને ચંદીગઢમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. પંજાબના પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન બપોરે 12 વાગ્યે ચંદીગઢ પહોંચવાના હતા. 

પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી તે દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહર સિંહ ખટ્ટર અને અન્ય મોટા નેતાઓ હાજર હતા. પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલનું મંગળવારે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પ્રકાશ સિંહ બાદલ 95 વર્ષના હતા.

દેશની ઘણી રાજ્ય સરકારોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બિહાર સરકારે બે દિવસના રાજ્ય શોકનો આદેશ જારી કર્યો છે. જે મુજબ 26 અને 27 એપ્રિલે બે દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ રાષ્ટ્રીય ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. આ બે દિવસોમાં કોઈ સરકારી કાર્યક્રમ કે સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.