×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી આવતી કાલે રાજ્યનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઇ નિરિક્ષણ

ગાંધીનગર, 18 મે 2021 મંગળવાર 

ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ સર્વત્ર કહેર વરસાવ્યો છે, રાજ્યમાં જાનમાલનું મોટાપ્રમાણમાં નુકસાન થયું છે, ચક્રવાતથી રાજ્યમાં 13 જણાનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે, સુસવાટા મારતા પવનોનાં કારણે ખેતીનો ઉભો પાક નાશ પામ્યો છે, સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રાટકેલી આ કુદરતી હોનારતનાં કારણે થયેલા નુકસાનનું જાત નિરિક્ષણ કરવા આવતી કાલે આવશે.

PM મોદી અસરગ્રસ્ત વિસ્તારનું એરફોર્સનાં હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરશે. અને ત્યાર બાદ બાદ CM રૂપાણી સાથે બેઠક કરશે. આ ઉપરાંત PM મોદી ગુજરાત માટે રાહત પેકેજની પણ ઘોષણા કરશે તેવું મનાય છે.

PM મોદી મોદીનો સંભવિત કાર્યક્રમની વિગત આ પ્રમાણે છે. તેઓ 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, ઉના, જાફરાબાદ, મહુવા સહિતનાં  જિલ્લાઓ અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ અધિકારીઓ સાથે એક રિવ્યૂ મિટિંગ યોજશે. PM મોદીની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાશે.