×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીની રાહે CM શિંદે: મહારાષ્ટ્રમાં 75,000 સરકારી નોકરીઓનું એલાન


મુંબઈ, તા. 23 ઓક્ટોબર 2022, રવિવાર

મહારાષ્ટ્ર સરકારે આગામી એક વર્ષમાં રાજ્યના યુવાનોને 75,000 સરકારી નોકરી આપવાનું એલાન કર્યું છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના નેતૃત્વ વાળી સરકાર એક વર્ષમાં 75 હજાર સરકારી નોકરી આપશે. ફડણવીસે યુવાનોને 10 લાખ રોજગારી આપવાની પીએમ મોદીની પહેલની પણ પ્રશંસા કરી છે.

દેવેદ્ર ફડણવીસે કહ્યું કે, પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં અમારી સરકારે પણ નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. 75,000 નોકરીઓમાંથી 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે. આ માટેની જાહેરાત આગામી 5થી 7 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.


વધુ વાંચો: પીએમ મોદીનો 'રોજગાર મેળો' : 75 હજારની નિમણૂક, 10 લાખનું લક્ષ્ય

દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ

પીએમ મોદીએ જૂનમાં વિભિન્ન સરાકરી વિભાગો અને મંત્રાલયોને કહ્યું હતું કે, તેઓ આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડ પર નોકરીઓ આપશે. બીજી તરફ પીએમ મોદીએ શનિવારે સરકારી નોકરીના 75,000 ઉમેદવારોને અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો માટે રોજગારની વધુમાં વધુ તક પેદા કરવા માટે અનેક મોર્ચા પર કામ કરી રહી છે.

આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્વસ્થા છે. 7-8 વર્ષમાં અમે 10માંથી 5માં નંબર પર આવી ગયા છે. આ એટલા માટે શક્ય બન્યું છે , છેલ્લા 8 વર્ષમાં અમે દેશની અર્થવ્યવસ્થાની તે ખામીઓને દૂર કરી જે અવરોધો ઊભી કરતી હતી. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાને સમગ્ર દેશના યુવાનોની ક્ષમતા સ્થાપિત કરી છે. વર્ષ 2014માં સુધી જ્યાં દેશમાં માત્ર 100 સ્ટાર્ટઅપ હતા તેની સંખ્યા આજે વધીને 80,000થી વધુ થઈ ગઈ છે.