×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીની અમેરિકાની મુલાકાત પહેલા જ ભારતને મળી ગઈ રિટર્ન ગિફ્ટ, માઈક્રોનની મોટી જાહેરાત

નવી દિલ્હી, તા.16 જૂન-2023, શુક્રવાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જાય તે પહેલા સારા સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે. PM મોદી અમેરિકા પહોંચે તે પહેલા એક બિલિયન ડૉલરનું રિટર્ન ગિફ્ટ મળતું દેખાઈ રહ્યું છે. વાસ્તવમાં અમેરિકન ચિપમેકર માઈક્રોન ટેકનોલોજીએ એક બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે. અને આ રોકાણ આગામી સમયમાં વધુ 1 બિલિયન ડોલરે પહોંચી શકે છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેતા વિવાદના કારણે અમેરિકી કંપનીઓએ ભારત પર વિશ્વાસ દાખવવાનો શરૂ કરી દીધો છે. અમેરિકા ઈચ્છે છે કે, સેમિકન્ડક્ટરના મામલે વિશ્વએ ચીન પર ભરોસો ન કરવો જોઈએ. આ જ કારણે ભારત સરકારે પણ ભારતીય ચિપમેકર્સને 10 બિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે.

2 બિલિયન ડૉલરની ડીલ થવાની સંભાવના

ઈડીના અહેવાલો મુજબ નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જશે, તે દરમિયાન આ ડીલની જાહેરાત કરવાની આવી શકે છે. આ 1 બિલિયન ડોલરની રકમ 2 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. કરારને આખરી ઓપ આપવામાં તૈયારીઓ ચાલી રહી છે. આ ડીલ PM મોદીની મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયાને મોટું પ્રોત્સાહન આપશે. ઉપરાંત વોશિંગ્ટનને ચીનની બહાર મોટી સપ્લાય ચેનને મજબૂત કરવાની તક આપશે.

માઈક્રોન ચીનમાં પણ 600 મિલિયન ડોલરનું રોકાણ કરશે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે નવી દિલ્હીમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના ટેકનિકલ વેપાર અવરોધો દૂર કરવા માટે PM મોદીનો અમેરિકા પ્રવાસ એક મહત્વપૂર્ણ રાજકીય પ્રવાસ છે. બીજી તરફ માઈક્રોને રોજગાર વધારવા અને સ્થાનિક માર્કેટને સપોર્ટ કરવા માટે તેના ચીનમાં આવેલા પ્લાન્ટમાં 600 મિલિયન ડોલરનું રોકાણ કરવાની શુક્રવારે જાહેર કરી છે. જોકે આ ડીલ મામલે ભારતના ટેકનોલોજી મંત્રાલય, વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને માઈક્રોને પણ આ મામલે કોઈ ટીપ્પણી કરી નથી.