×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની સૌથી મોટી અડચણ દૂર , આવતા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય

image- NHSRCL facebook

નવી દિલ્હી, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

મુંબઈ અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીની આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે અત્યાર સુધીમાં 1,374.20 હેક્ટર જમીનનું સંપાદન થઈ ગયું છે. જે કુલ આવશ્યક જમનીનના લગભગ 99 ટકા થાય છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સો ટકા જમીન સંપાદન થઈ ચૂક્યું છે. રેલવે મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં  954.3 હેક્ટરમાંથી 943.53 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. આ પરિયોજના માટે જરૂરી કુલ જમીન 1392.63 હેક્ટર છે. જે રાજ્યમાં જરૂરી જમીનના 98.87 ટકા છે. 

કુલ ખર્ચ 1,08,000 કરોડ આંકવામાં આવ્યો હતો
રેલવે મંત્રાલયના સુત્રો મુજબ દાદરા નગર હેવલીમાં 7.90 હેક્ટર, મહારાષ્ટ્રમાં 430.45 હેક્ટરમાંથી 422.77હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 1374.20 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. 2015માં મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ પરિયોજનાનો કુલ ખર્ચ 1,08,000 કરોડ આંકવામાં આવ્યો હતો. પરંતુ આ યોજનાનો ખર્ચ જમીન અધિગ્રહણ અને તેની સાથે જોડાયેલા પેકેજોને અંતિમ રૂપ આપવા અને સંબંધિત સમય સીમા બાદ જ નક્કી કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર પર 31 ઓક્ટોબર 2022 સુધી 32,937 કરોડ રૂપિયા ખર્ચ કરી દેવાયા છે. 

આ યોજનાને ડિસેમ્બર 2023 સુધી પુર્ણ કરવાનું લક્ષ્ય
આ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં 81 ટકાનું રોકાણ જાપાન સરકાર વહન કરી રહી છે. જ્યારે બીજા રોકાણ શેર ધારકોમાં ભારત સરકાર 50 ટકા, ગુજરાત સરકાર 25 ટકા, મહારાષ્ટ્ર સરકાર 25 ટકા દ્વારા ઈક્વીટીના માધ્યમથી પ્રદાન કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ક્રિયાન્વિત કરવામાં આવી રહેલી આ યોજનાને ડિસેમ્બર 2023 સુધી પુર્ણ કરવાનું લક્ષ્ય છે. સુત્રોનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર જમીન સંપાદન અને અન્ય કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં કોરોના અને લોકડાઉનનો પણ પ્રભાવ પડ્યો છે.

હાઈ સ્પીડ ટ્રેનો 320 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે
આ 508 કિ.મીના રૂટ પર હાઈ સ્પીડ ટ્રેનો 320 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. આ દરમિયાન 12 સ્ટેશનો પણ ટ્રેન રોકાશે. જ્યારે પીક અવર્સમાં 20 મિનિટ અને નોન પીક અવર્સમાં 30 મિનિટની ફ્રિક્વન્સી સાથે પ્રતિ દિવસ એક દિશામાં 35 ટ્રેનો દોડશે. દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ 2017ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ તેનું ભૂમિપૂજન કર્યું હતું.