×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ હિમાચલ પ્રદેશને આપી 11 હજાર કરોડની ભેટ, કેટલાય પ્રોજેક્ટસનુ કર્યુ ઉદ્ધાટન


મંડી, તા. 27 ડિસેમ્બર 2021 સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના 1 દિવસના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં 11 હજાર કરોડની પરિયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ મંડીમાં જનસભાને સંબોધિત કરી. તેમણે સરકારના કેટલાક વિકાસ કાર્યો વિશે વાત કરી.

હિમાચલ સાથે મારો ભાવનાત્મક સંબંધ- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે હિમાચલ પ્રદેશ સાથે મારો હંમેશાથી એક ભાવનાત્મક સંબંધ રહ્યો છે. હિમાચલ પ્રદેશ છેલ્લા ચાર વર્ષમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ચાર વર્ષમાં હિમાચલ પ્રદેશને પહેલુ એઈમ્સ મળ્યુ. હમીરપુર, મંડી, ચંબા અને સિરમોરમાં ચાર નવા મેડીકલ કોલેજ સ્વીકૃત કરવામાં આવ્યા છે. અહીં 11 હજાર કરોડ રુપિયાના ખર્ચે ચાર મોટા હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટસનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો.

ભારતે 5 વર્ષમાં જ મેળવી લીધુ 2030નુ લક્ષ્ય- પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારતે 2016માં આ લક્ષ્ય રાખ્યુ હતુ કે તેઓ વર્ષ 2030 સુધી પોતાની Installed Electricity Capacity ના 40 ટકા Non-Fossil Energy Sourcesથી પુરુ કરશે. આજે દરેક ભારતીયને આનો ગર્વ હશે કે ભારતે પોતાનુ આ લક્ષ્ય આ વર્ષે નવેમ્બરમાં જ મેળવી લીધુ છે.

પીએમ મોદીએ હિમાચલની તાકાતના વખાણ કર્યા

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારતને આજે ફાર્મેસી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. આની પાછળ હિમાચલ પ્રદેશની ઘણી મોટી તાકાત છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારી દરમિયાન હિમાચલ પ્રદેશે ના માત્ર બીજા રાજ્યો પરંતુ બીજા દેશોની પણ મદદ કરી.

હિમાચલ પ્રદેશે પોતાની સમગ્ર પુખ્ત વસ્તીને વેક્સિન આપવામાં બાકી સૌ કરતા બાજી મારી લીધી. અહીં જે સરકારમાં છે, તે રાજનૈતિક સ્વાર્થમાં ડૂબેલા નથી પરંતુ તેમનુ પૂરુ ધ્યાન હિમાચલ પ્રદેશના એક-એક નાગરિકને વેક્સિન કેવી રીતે મળે. તેની પર રાખ્યુ.

તેમણે કહ્યુ, અમે નક્કી કર્યુ છે કે દિકરીઓના લગ્નની ઉંમર પણ તે જ હોવી જોઈએ જે ઉંમરમાં દિકરાના લગ્નની પરવાનગી મળે છે. દિકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ થવાથી તેમને ભણવા માટે પૂરતો સમય પણ મળશે અને તે પોતાનુ કરિયર પણ બનાવી શકશે.

પીએમ મોદીએ કહ્યુ કે દરેક દેશમાં અલગ-અલગ વિચારધારાઓ હોય છે પરંતુ આજે આપણા દેશના લોકો સ્પષ્ટ રીતે બે વિચારધારાઓને જોઈ રહ્યા છે. એક વિચારધારા વિલંબની છે અને બીજી વિકાસની. વિલંબની વિચારધારા વાળા લોકોએ પહાડ પર રહેનાર લોકોની ક્યારેય પરવા કરી નથી. આ દરમિયાન આપ એક બીજુ મોડલ પણ જોઈ રહ્યા હશો જે પોતાનો સ્વાર્થ જોવે છે. જે રાજ્યોમાં તે સરકાર ચલાવી રહ્યા છે તેમાં પ્રાથમિકતા ગરીબના કલ્યાણની નથી પરંતુ ખુદના કલ્યાણની છે.