×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ શીખો માટે ઘણું કર્યું, પૂર્વ ખાલિસ્તાની નેતાએ આપ્યું મોટું નિવેદન

Image : Twitter

અમદાવાદ, 17 માર્ચ 2023, શુક્રવાર

દલ ખાલસા સંગઠનના સ્થાપક અને પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે પીએમ મોદીએ શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. વડા પ્રધાન મોદી શીખ સમુદાય માટે ખૂબ સન્માન ધરાવે છે અને તેમના લોકો માટે ઘણા કાર્યો કર્યા છે. તેમણે કરતારપુર કોરિડોર ખોલ્યો, લોકોને છોટે સાહિબજાદો વિશે જાગૃત કર્યા અને લોકોને બ્લેકલિસ્ટ કરવાનું બંધ કર્યું. જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે મોદી સરકારે ઘણી મોટી માંગણીઓ સ્વીકારી લીધી છે અને કેટલીક વધુ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે.

અમૃતપાલ સિંહ ખાલિસ્તાન વિશે કંઈ જાણતા નથી

પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહની પણ ટીકા કરી હતી. અમૃતપાલ સિંહ હાલમાં જ પંજાબના અજનાલામાં પોલીસ સાથેની અથડામણને લઈને ચર્ચામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે અમૃતપાલ સિંહને ખાલિસ્તાન વિશે કંઈ ખબર નથી. તેણે કહ્યું કે અમૃતપાલ ખાલિસ્તાની નથી અને તે તેના વિશે કંઈ જાણતો નથી પરંતુ તે ખાલિસ્તાનના નામે ખૂબ પૈસા કમાઈ લેશે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી પર ગંભીર આરોપો

જસવંત સિંહે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ISI અમૃતપાલ સિંહનો એક સાધન તરીકે ઉપયોગ કરી રહી છે પરંતુ તે તેનો કાયમ માટે ઉપયોગ કરશે નહીં અને જ્યારે અમૃતપાલ તેમના માટે મદદરૂપ નહીં થાય ત્યારે તેનું સ્થાન કોઈ બીજી વ્યક્તિ લઈ લેશે.