×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM આવાસ યોજનાના મકાન પર ફરી વળ્યું બુલડોઝર, 11 લોકોનો પરિવાર બન્યો બેઘર


- અઝીઝ ખાનના પરિવારે આ કાર્યવાહીની ફરિયાદ મુખ્યમંત્રી સહીત અનેક લોકોને કરી છે

રાજગઢ, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર 

મધ્યપ્રદેશમાં બુલડોઝર દ્વારા ગુનેગારોના ઘરો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે બુલડોઝર વધુ એક પીએમ આવાસ યોજનાના મકાન પર ચલાવવામાં આવ્યું છે. આ કિસ્સો રાજગઢ જિલ્લાના સારંગપુરમાં સામે આવ્યો છે. જો કે, વહીવટીતંત્રે મકાન તોડવાનો આરોપ નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે મકાન અતિક્રમણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજગઢ જિલ્લાના સારંગપુરના વોર્ડ નંબર 2 કીડી રોડ પર ગફૂર ખાન નામનું એક ઘર હતું, જે પીએમ આવાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મકાનમાં હવે અઝીઝ ખાન અને તેમનો પરિવાર રહે છે. તેમનો જ પુત્ર સલમાન ખાન છે જેના પર શાજાપુર જિલ્લાના સલસલાઈ પોલીસ સ્ટેશનમાં 376નો કેસ નોંધાયેલ છે. આમાં સલમાન ખાન ફરાર છે.

સલમાન ખાનની શોધમાં પોલીસે તાજેતરમાં તેના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું અને ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અઝીઝ ખાનના પરિવારે આ કાર્યવાહીની ફરિયાદ મુખ્યમંત્રી સહીત ઘણા લોકોને કરી છે. અઝીઝ ખાનની પત્ની રેહાના એ જણાવ્યું કે, આ ઘર સલમાનના નામ પર નહોતું તે અમારા સસરાના નામ પર હતું જેને તોડી નાખવામાં આવ્યું છે. 

રેહાનાનું કહેવું છે કે, મારા પતિ અગાઉ મ્યુનિસિપાલિટીમાં પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય ટેક્સ ભરી ચૂક્યા છે, તેમની પાસે રસીદો છે, હવે અમે-અમારા નાના બાળકો સહિત 11 લોકો ઘરમાં રહેતા હતા, જેમને બેઘર બનાવી દેવામાં આવ્યા હતા, સલમાનનો ગુનો હોય કે ન હોય તેની સજા અમને મળી રહી છે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે, મારો નાનો દીકરો વિકલાંગ છે.

આ મામલે અલીમ બાબા અંજુમન કમેટી સદરે કહ્યું કે, મેં કલેક્ટર એસડીએમને ફરિયાદ કરી છે કે, સારંગપુરમાં 3 મકાનો તોડી પાડવામાં આવ્યા છે જેમાં એક પ્રધાનમંત્રી આવાસ પણ હતું. ગુંડાઓ અને બદમાશોના ઘર તોડી નાખવા જોઈએ પણ જેઓ ગરીબ છે તેમના પરિવારો પર અત્યાચાર કેમ થાય છે? મેં ડોક્યુમેન્ટ્સ એસડીએમ તથા જિલ્લા કલેક્ટરને આપ્યા છે. 

આ મામલામાં એસડીએમ સારંગપુર રાકેશ મોહન ત્રિપાઠીએ કહ્યું કે, પોલીસ અને પ્રશાસનને પાલિકા દ્વારા જોડવામાં આવી રહ્યું છે, આ ઘર પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત બનાવવામાં નહોતું આવ્યું. તેમનો જે ભાગ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો, તે મકાન તોડવામાં નથી આવ્યું તે તેની પાછળનો ભાગ હતો. ઘરનો આગળનો ભાગ ગેરકાયદેસર હતો.