×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Pfizerની આ ગોળી હરાવશે કોરોનાને, USએ આપી મંજૂરી, આટલી છે કિંમત


- આ દવા અતિ ગંભીર દર્દીઓ અને ન્યૂનતમ 12 વર્ષની ઉંમરના રોગીઓ માટે સારવારમાં ઉપયોગમાં લઈ શકાશે

નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

અમેરિકાએ ફાઈઝરની કોવિડ-19 ગોળીને ઘરેલુ વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. કંપનીના કહેવા પ્રમાણે આ ગોળી કોરોનાના દર્દીઓ માટે ફાયદાકારક છે અને નવા વેરિએન્ટ પર પણ પ્રભાવશાળી છે. ફાઈઝર ઈંકે બુધવારે જણાવ્યું હતું કે, અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસને એન્ટીવાયરલ કોવિડ-19 ગોળીને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ તે કોરોના વાયરસ માટેનો પ્રથમ ઘરેલુ ઉપચાર હશે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આ ગોળી વાયરસને ઝડપથી ફેલાતો અટકાવે છે. 

એજન્સીના કહેવા પ્રમાણે ફાઈઝરના ક્લીનિકલ પરીક્ષણના આંકડાઓ પરથી જાણવા મળે છે કે, તેની બે દવાઓ એન્ટીવાયરલ રેજિમેન ગંભીર બીમારીવાળા રોગીઓ પર પ્રભાવી હતી. હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને રોકવામાં 90 ટકા પ્રભાવી હતી. લેબમાંથી મળેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે આ દવા ઓમિક્રોન વેરિએન્ટ પર પ્રભાવી દવા છે. આ દવા અતિ ગંભીર દર્દીઓ અને ન્યૂનતમ 12 વર્ષની ઉંમરના રોગીઓ માટે સારવારમાં ઉપયોગમાં લઈ શકાશે. આ દવા લેવા માટે બાળકનું વજન ઓછામાં ઓછું 40 કિગ્રા હોય તે જરૂરી છે. 

કંપનીએ પોતે યુએસમાં તાત્કાલિક ડીલિવરી કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. 2022માં તેમના પ્રોડક્શનને 80 મિલિયનથી વધારીને 120 મિલિયન સુધી કરવાની તૈયારી હોવાની પણ માહિતી આપી હતી. અમેરિકી સરકારે ફાઈઝર દવાના 10 મિલિયન ડોઝ માટે કરાર કર્યો છે અને તેની કિંમત 530 ડોલર પ્રતિ કોર્સ રાખવામાં આવી છે.