×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Pakistan Live: સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ, વિપક્ષને 174 સાંસદોનું સમર્થન


- પંજાબ પ્રાંતના રાજ્યપાલ ચૌધરી મુહમ્મદ સરવરને તેમના પદ પરથી હટાવી લેવાયા

- વિપક્ષી પાર્ટીઓ હવે સ્પીકર અસદ કૈસરને હટાવવા માટે તેમના સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી 

ઈસ્લામાબાદ, તા. 03 એપ્રિલ 2022, રવિવાર 

પાકિસ્તાનમાં છેલ્લા 4 વર્ષની સૌથી મોટી રાજકીય ઉથલપાથલનો મંચ તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન ઈમરાન ખાને આજે દેશ સમક્ષ પોતાની લોકપ્રિયતા અને શક્તિ સાબિત કરવાની છે. જોકે પાકિસ્તાનનું વિપક્ષ પોતાના તમામ હથિયારો લઈને ઈમરાન ખાનની સામે ઉભું છે. 

પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીમાં આજે ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ PML-N અને PPPએ ઈમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને ઈમરાન સંસદમાં બહુમત ગુમાવી ચુક્યા હોવાનું અને તેમણે તાત્કાલિક રાજીનામુ આપવું પડશે તેમ કહ્યું છે. 

પંજાબમાં નવા ગવર્નરની નિયુક્તિ

પાકિસ્તાનના નવા ઘટનાક્રમમાં જૂના ગવર્નરને હટાવી દેવાયા છે અને પંજાબ પ્રાંતના નવા ગવર્નર તરીકે ઉમર સરફરાજ ચીમાની નિયુક્તિ કરવામાં આવી છે. 

વિપક્ષને 174 સાંસદોનું સમર્થન

PML-N નેતા મરિયમ ઔરંગઝેબે દાવો કર્યો છે કે, વિપક્ષ પાસે 174 સાંસદોનું સમર્થન છે. પાક સંસદમાં યોજાયેલી વિપક્ષની બેઠકમાં 177 સાંસદોએ હિસ્સો લીધો. 

PML-N: 84

PPP- 56

MMA- 14

ANP- 1

BNP- 4

MQM- 6

BAP- 4

JWP- 1

IND- 4

જો આ આંકડો સાચો હોય તો ઈમરાન ખાન સંસદમાં બહુમત ગુમાવી ચુક્યા છે. પાકિસ્તાનની 342 સદસ્યોવાળી નેશનલ અસેમ્બલીમાં બહુમત માટે 172 બેઠકો જરૂરી છે. 

ઈમરાનની ધરપકડ થઈ શકે છે

પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રાશિદે કરેલા દાવા પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. શેખ રાશિદે જણાવ્યું કે, 'મને લાગે છે કે, હું ઈમરાન ખાનની ધરપકડ કરી લઈશ. હું ઈમરાન ખાનને સહન નહીં કરૂં. 155 સદસ્યો રાજીનામુ આપી શકે છે, આ લોકશાહી માટે ગંભીર જોખમ છે, આ સ્થિતિનું એક માત્ર સમાધાન ચૂંટણી છે.'

નેશનલ અસેમ્બલીના સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ

પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ હવે સ્પીકર અસદ કૈસરને હટાવવા માટે તેમના સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે. 

ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ

વડાપ્રધાન ઈમરાન ખાન આજે નેશનલ અસેમ્બ્લીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે તૈયાર છે. આ બધા વચ્ચે જિલ્લા પ્રશાસને ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દીધી છે. Pillion Riding પર પણ પ્રતિબંધ લગાવાયો છે. 

પંજાબ પ્રાંતના રાજ્યપાલને હટાવ્યા

અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન પહેલા ઈમરાન સરકાર એક્શનમાં આવી ગઈ છે. સરકારે પંજાબ પ્રાંતના રાજ્યપાલ ચૌધરી મુહમ્મદ સરવરને તેમા પદ પરથી હટાવી લીધા છે. પંજાબના નવા રાજ્યપાલની ઘોષણા બાદમાં કરવામાં આવશે. ત્યાંના બંધારણ પ્રમાણે નાયબ સ્પીકર કાર્યવાહક રાજ્યપાલ હશે. 

નવાજ શરીફ પર હુમલાનો પ્રયત્ન

પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે લંડનમાં પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ પર હુમલાનો પ્રયત્ન થયો છે. PML-N નેતા મરિયમ શરીફે ટ્વિટ કરીને જણાવ્યું કે, એક યુવકે લંડનમાં નવાજ શરીફના કાર્યાલયની બહાર તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. તેણે પોતાના મોબાઈલ ફોન વડે મારીને ગાર્ડને ઘાયલ કરી દીધો. 

અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા ધાર્મિક કાર્ડ

નેશનલ અસેમ્બલીમાં અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાને ફરી એક વખત ધાર્મિક કાર્ડ ઉતાર્યું છે. ઈમરાને કરબલાની લડાઈનો હવાલો આપીને પોતાને ઈમાનની લડાઈ લડનારા વ્યક્તિ ગણાવ્યા છે અને કહ્યું છે કે, આજે તેઓ સત્ય અને દેશભક્તિ માટે જૂઠાણા અને રાજદ્રોહીઓ સામે લડી રહ્યા છે.