×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PAK: લાહોરમાં આતંકવાદી હાફિજ સઈદના ઘર પાસે થયો મોટો ધમાકો, 2ના મોત, 15 ઘાયલ


- ગેસની પાઈપલાઈનમાં જ વિસ્ફોટ થયેલો કે બોમ્બનો ઉપયોગ થયો હતો તે સ્પષ્ટ નથી થઈ શક્યું

નવી દિલ્હી, તા. 23 જૂન, 2021, બુધવાર

પાકિસ્તાનના લાહોર ખાતે જૌહર ટાઉન વિસ્તારમાં આવેલા એક ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 2 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે, આ વિસ્તારમાં જ કુખ્યાત આતંકવાદી હાફિજ સઈદ રહેતો હતો. વિસ્ફોટ અંગે જાણ થતા જ રેસ્ક્યુ ટીમ સાથે બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

વિસ્ફોટ થયો તે વિસ્તારમાં હાફિજનું ઘર આવેલું છે અને એજન્સીઓ હજુ એ વાતની પૃષ્ટિ નથી કરી શકી કે વિસ્ફોટ હાફિજના ઘરને જ નિશાન બનાવીને કરવામાં આવેલો. કેટલાક રિપોર્ટ્સમાં હાફિજ સઈદ હાલમાં જેલમાં બંધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

પ્રત્યક્ષદર્શિયોના કહેવા પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આજુબાજુના ઘરો અને ઈમારતોના કાચ તૂટી ગયા હતા. એક ઈમારત ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી અને વિસ્ફોટના સ્થળે પાર્ક કરવામાં આવેલી કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. રેસ્ક્યુ અધિકારીઓના કહેવા પ્રમાણે વિસ્ફોટમાં 17 લોકો ઘાયલ થયા છે તથા તેમને ખાનગી ગાડીઓ અને રીક્શાઓ દ્વારા જિન્ના હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

પંજાબના મુખ્યમંત્રી સરદાર ઉસ્માન બુજદારે પોલીસ અધિકારી પાસેથી વિસ્ફોટનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં રસ્તાની અંદરથી બ્લાસ્ટ થતો જોઈ શકાય છે. રસ્તા નીચે ગેસ પાઈપલાઈન લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ સુધી પાઈપલાઈનમાં જ વિસ્ફોટ થયેલો કે બોમ્બનો ઉપયોગ થયો હતો તે સ્પષ્ટ નથી થઈ શક્યું.