×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

OPS: સમાધાન બાદ સરકારની યોજનાને લોલીપોપ ગણાવી ફરી સરકારીકર્મીઓનું આંદોલન


- માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી

ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર

ગુજરાત સરકારે શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે. 

ગઈકાલે જ થયું હતું સમાધાન

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારી કર્મચારીઓની 15 માગણીઓ અંગે લેવાયેલા નિર્ણયની વિગતવાર માહિતી આપી હતી. તેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માગણીઓ પણ સ્વીકારવામાં આવી હતી.