×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ODI વર્લ્ડકપના શિડ્યૂલમાં ફરી ફેરબદલની આશંકા, ICC અને BCCI માટે માથાનો દુઃખાવો બન્યું!

image : Twitter


ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું શિડ્યૂલ ICC અને BCCI માટે માથાનો દુખાવો બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીસીસીઆઈ અને આઈસીસીએ પહેલાથી જ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં ઘણો વિલંબ કર્યો છે અને પછી એક મહિનાની અંદર તેમાં ફેરફાર કરવાની નોબત આવી ગઈ હતી.  કારણ કે ગુજરાત પોલીસે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ માટે સુરક્ષા આપવામાં લાચારી દર્શાવી હતી. હવે આવી જ સ્થિતિ કોલકાતામાં પણ સર્જાઈ રહી છે, જ્યાં ફરી એકવાર પાકિસ્તાનની મેચની તારીખ બદલવાની શક્યતાઓ છે. કોલકાતા પોલીસે 12 નવેમ્બરે યોજાનારી પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

27 જૂનના રોજ વર્લ્ડ કપનું શેડ્યૂલ બહાર પાડ્યું હતું

બીસીસીઆઈ અને આઈસીસીએ 27 જૂનના રોજ વર્લ્ડ કપનું શેડ્યૂલ બહાર પાડ્યું હતું, જે ટૂર્નામેન્ટની શરૂઆતના માત્ર ત્રણ મહિના પહેલા જ બહાર પાડવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવાની છે અને 19 નવેમ્બરે ફાઈનલ રમાશે. જોકે આ શિડ્યુલમાં પછી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ફેરફાર કરવો પડ્યો કારણ કે 15 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ નવરાત્રિના પહેલા દિવસે પડી રહી હતી અને આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસે સુરક્ષાને ટાંકીને તેમાં ફેરફારનું સૂચન કર્યું હતું.

પાકિસ્તાનની મેચમાં સુરક્ષાનો મુદ્દો  

ભારતીય ક્રિકેટ બોર્ડ તેમાં ફેરફાર કરીને નવું શેડ્યૂલ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ હવે તેની સામે વધુ એક ગુગલી આવી ગઈ છે. શનિવારે, એક ICCની ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સની મુલાકાતે આવી હતી.  જ્યાં તે ટૂર્નામેન્ટ માટે સ્ટેડિયમની તૈયારીઓનું આકલન કરી રહીહતી. આ મુલાકાતમાં જ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ આ અંગે ICC અધિકારીઓને જાણ કરી હતી.

બંગાળ ક્રિકેટ એસોસિયેશને શું કહ્યું 

CAB અધિકારીઓએ ICCને જણાવ્યું હતું કે 12 નવેમ્બરે કોલકાતામાં કાલી માતાની પૂજા યોજાવાની છે, જે બંગાળના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને સુરક્ષા એજન્સીઓ તે દિવસે મેચ માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થ છે. અધિકારીઓએ આઈસીસીને આ મેચની તારીખ બદલવાની વિનંતી કરી છે. આ મામલે જો કે CAB પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ કહ્યું છે કે કોલકાતા પોલીસ તરફથી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી મળી નથી, પરંતુ એસોસિએશનના ઘણા અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે દિવાળીના સપ્તાહને કારણે મેચ કરાવવાનું સરળ રહેશે નહીં.

બે મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે

આ પહેલા પાકિસ્તાનની બે મેચની તારીખ બદલવામાં આવી હતી. જો કે BCCIએ હજુ સુધી બદલાયેલું શિડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ મળતી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનાર મેચ હવે 14 ઓક્ટોબરે યોજાશે. તે જ સમયે પાકિસ્તાનની શ્રીલંકા સાથેની મેચ જે 12 ઓક્ટોબરે થવાની હતી તે હવે 10 ઓક્ટોબરે રમાશે. હવે બધાની નજર ICC અને BCCI પર છે કે શું 12 નવેમ્બરની મેચની તારીખમાં ફેરફાર થશે કે નહીં?