×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ITના દરોડા, અજ્ઞાત યોગીના ઈશારે ચાલતું હતું માર્કેટ


- તત્કાલીન ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના પરિસરોમાં પણ તપાસ ચાલી રહી છે

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

આવકવેરા વિભાગે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણના મુંબઈ ખાતેના નિવાસ સ્થાને દરોડો પાડ્યો છે. તેમના પર આધ્યાત્મિક ગુરૂ સાથે ગોપનીય જાણકારી શેર કરવાનો આરોપ છે. તે સિવાય તત્કાલીન ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના પરિસરોમાં પણ તપાસ ચાલી રહી છે. 

સેબીની પુછપરછમાં ચિત્રાએ ખુલાસો કર્યો હતો કે, તે શેર માર્કેટ મામલે હિમાલયના એક અજ્ઞાત યોગી પાસેથી સલાહ-સૂચનો મેળવતા હતા. આટલી સંવેદનશીલ માહિતી અન્ય કોઈને આપવાને લઈ મામલો ગરમાયો છે. રામકૃષ્ણ કથિત રીતે હિમાલયમાં રહેતા તે યોગીને 'શિરોમણી' કહીને બોલાવે છે. 

આ કેસ અંગેની વિસ્તૃત માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરોઃ

અજ્ઞાત યોગીના ઈશારે ચાલી રહ્યું હતું શેર માર્કેટ, જાણો NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ફિલ્મી કહાની

અગાઉ 11 ફેબ્રુઆરીના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે એક્સચેન્જની આંતરિક ગોપનીય જાણકારીને કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરવા બદલ ચિત્રાને 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

આ સિવાય ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યનની નિયુક્તિમાં અનિયમિતતા કરવાનો પણ આરોપ છે. આ માટે NSE અને વરિષ્ઠ મેનેજમેન્ટ જવાબદાર હતું.