×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NHRCનો રિપોર્ટ – મેન્ટલ હેલ્થકેર સેન્ટરો પર ડૉક્ટર, સ્ટાફ, દવા, સાફ-સફાઈ જેવું કંઈ જ નથી

image : Facebook 

નવી દિલ્હી, 26જાન્યુઆરી, 2023, ગુરુવાર

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ(NHRC)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશની તમામ સરકારી મેન્ટલ હેલ્થ કેર હોસ્પિટલોની હાલત દયનીય થઈ ચૂકી છે. NHRCના પ્રવક્તા જૈમિની કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે દેશમાં 46 સરકારી મેન્ટલ હેલ્થ કેર ઈન્સ્ટિટ્યૂશન્સ છે જેમાં ડૉક્ટર, સ્ટાફ, દવા, સાફ-સફાઈનો અભાવ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. 

NHRCએ નોટિસ મોકલાવી ૬ અઠવાડિયાની જ મુદ્દત આપી 

NHRCએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવથી લઈને સંસ્થાના નિર્દેશક, ચીફ સેક્રેટરી, ડીજીપીને નોટિસ મોકલાવી ૬ અઠવાડિયાની જ મુદ્દત આપી હતી. NHRCએ ગત  3-4 મહિના દરમિયાન મેન્ટલ હેલ્થ કેર સેન્ટરોની સ્થિતિનું આકલન કર્યુ હતું. પંચે શરૂઆત ગ્વાલિયરના મેન્ટલ હેલ્થ કેર હોસ્પિટલની મુલાકાતથી કરી હતી. પછી આગરા અને રાંચીની હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દરેક જગ્યાએ દયનીય હાલત જોવા મળી હતી. તેના પછી જ્યાં પણ આવા મેન્ટલ હેલ્થ કેન્દ્રોની મુલાકાત લેવાઈ ત્યાં દરેકની હાલત બદતર જણાઈ હતી. 

સુવિધાના નામે આ કેન્દ્રોમાં કંઈ છે જ નહીં

2017ના મેન્ટલ હેલ્થ એક્ટ અનુસાર મેન્ટલ હેલ્થકેર સેન્ટરોમાં જે સુવિધા આપવી જોઈએ તે લગભગ લુપ્ત થઇ ચૂકી છે. અહીં ડૉક્ટરો અને સ્ટાફની સંખ્યા દર્દીઓના પ્રમાણમાં ખૂબ જ ઓછી છે. દવાઓની પણ અછત વર્તાઈ રહી છે. સાફ-સફાઈની પણ પૂરતી વ્યવસ્થા નથી. સુવિધાના નામે આ કેન્દ્રોમાં કંઈ છે જ નહીં.