×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NEET પીજી પરીક્ષા સ્થગિત: 6 થી 8 અઠવાડિયા માટે ટળી પરીક્ષા, આવુ છે કારણ


નવી દિલ્હી, તા. 4. ફેબ્રુઆરી 2022 શુક્રવાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નીટ પીજી પરીક્ષા ને 6 થી 8 સપ્તાહ માટે ટાળી દીધી છે.

આ પરીક્ષા 12 માર્ચે થવાની હતી.દરમિયાન વિદ્યાર્થીઓના એક ગ્રૂપે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરીને પરીક્ષાને પાછી ઠેલવા માટે માંગ કરી હતી.

એ પછી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઉપરોક્ત જાહેરાત કરાવમાં આવી છે.પરીક્ષાની નવી તારીખો અંગે મંત્રાલય તેમજ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડની સમિતિ 6 થી 8 સપ્તાહમાં નિર્ણય લેશે.

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાતી નીટ પીજીની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ પિટિશનમાં કહ્યુ હતુ કે, એમબીબીએના ઘણા વિદ્યાર્થી ફરજિયાત ઈન્ટર્નશિપનો સમયગાળો પૂરો કરી શક્યા નથી અને તેના કારણે તેઓ આ પરીક્ષા ના આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.તેના કારણે પરીક્ષા ટાળવામાં આવે.

પિટિશનમાં માંગણી કરવામાં આવી હતી કે, જ્યાં સુધી ઈન્ટર્નશિપ પુરી ના થાય ત્યાં સુધી આ પરીક્ષા સ્થગિત કરવામાં આવે.

પિટિશનમાં ઈન્ટર્શનશિપ પૂરી કરવા માટેની 31. માર્ચ.2022ની સમસ મર્યાદાને પણ પડકારવામાં આવી છે.કારણકે પિટિશન કરનારાઓનુ કહેવુ છે કે, વિદ્યાર્થીઓ 2021માં કોવિડની ડ્યુટી કરી રહ્યા હતા અને તેના કારણે તેમની ઈન્ટર્નશિપ સ્થગિત કરવામાં આવી હતી.