×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NCPનું માલિક કોણ ? ચૂંટણી પંચે શરદ પવાર પાસે માંગ્યા પુરાવા, 3 અઠવાડિયાનો આપ્યો સમય

મહારાષ્ટ્ર, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપીના 2 ભાગલા પડી ગયા બાદ પક્ષ અને પક્ષના ચિન્હને લઈ ચૂંટણી પંચે અજિત પવાર અને શરદ પવારને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે શરદ પવાર પાસે પુરાવા માંગ્યા છે. પંચે અજિત પવાર અને શરદ પવારને જવાબ રજુ કરવા ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. 2 જુલાઈના રોજ ભત્રીજા અજિત પવારે એનસીપીમાં બળવો કર્યો હતો. ત્યાર તેઓ મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. 

ચૂંટણી પંચે અજિત અને શરદ પવારને પાઠવી નોટિસ

એનસીપીના બે ભાગ પડ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામ અને સત્તાવાર ચિન્હને લઈ અજિત પવાર અને શરદ પવાર આમને-સામને આવી ગયા છે. આ મામલો ચૂંટણી પંચ સમક્ષ જતા પંચે બંનેને નોટિસ પાઠવી છે. વાસ્તવમાં શરદ પવારે ચૂંટણી પંચને લખેલા પત્રમાં ચાર અઠવાડિયાનો સમય માગ્યો હતો. હવે તેમણે 8 સપ્ટેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે, જ્યારે ભત્રિજા અજિત પવાર જૂથે અગાઉથી જ જવાબ રજુ કરી દીધો હતો.

અજિત જૂથ તરફથી ચૂંટણી પંચમાં કરાઈ હતી અરજી

ઉલ્લેખનિય છે કે, અજિત પવાર જૂથે 30 જૂને ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, પાર્ટી તરફથી એનસીપીના અધ્યક્ષને બદલવામાં આવ્યા છે અને અજિત પવારને પક્ષના અધ્યક્ષ બનાવાયા છે. અજિત જૂથે એવો પણ દાવો કર્યો હતો કે, અસલી એનસીપી તેઓ જ છે. અજિત જૂથે ચૂંટણી પંચમાં એનસીપી અને ચૂંટણી ચિન્હ પર દાવા સંબંધીત અરજી દાખલ કરી હતી.

અજિત જૂથની અરજી પર ECએ શરદ પવાર જૂથ પાસે માંગ્યો જવાબ

અજિત પવારની આગેવાની હેઠળના જુથે કહ્યું હતું કે, ચૂંટણી પંચને એક એફિડેવિટ દ્વારા જાણ કરવામાં આવી છે કે, તેમને 30 જૂન-2023ના રોજ એનસીપીના સભ્યો દ્વારા સાઈન કરાયેલા પ્રસ્તાવ દ્વારા પાર્ટીના અધ્યક્ષ બનાવાયા હતા. ઉપરાંત જણાવાયું હતું કે, પ્રફુલ્લ પટેલને એમસીપીના કાર્યકારી અધ્યક્ષ રહેશે. આ બાબતને શરદ પવાર જૂથે નકારી કાઢી હતી અને ચૂંટણી પંચમાં પોતાનો દાવો રજુ કર્યો હતો. આ બંનેના દાવા અંગે ચૂંટણી પંચે નોટિસ જારી કરી હતી, જેનો જવાબ શરદ પવાર જૂથે આપવાનો છે.

અજિત પવારે 2 જુલાઈએ કર્યો હતો બળવો

ઉલ્લેખનિય છે કે, ગત મહિને લાંબી અટકળો બાદ એનસીપીમાં બળવો કરી અજિત પવારે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. 2 જુલાઈએ અજિત પવારની સાથે છગન ભુજબળ સહિત 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપત લીધા હા. ત્યારબાદ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમને એનસીપીના તમામ લોકોના આશિર્વાદ મળ્યા છે. ત્યારબાદ એનસીપીનાં 2 ભાગ પડી ગયા... કેટલાક ધારાસભ્યો શરદ પવાર સાથે છે, તો કેટલાક અજિત પવાર સાથે...