×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPમાં સરકારી ભરતીમાં કૌભાંડની આશંકા! રેવન્યૂ તલાટીના ટોપ-10માંથી 7 ઉમેદવારો એક જ સેન્ટરના

image : Envato 


તમે વ્યાપમ કૌભાંડ વિશે તો સાંભળ્યું જ હશે. આ ભારતના સૌથી મોટા સરકારી ભરતી કૌભાંડમાં સામેલ હતો. મધ્યપ્રદેશમાં વધુ એક વખત વ્યાપમ કૌભાંડનો ભૂત બહાર આવતો દેખાઈ રહ્યો છે. જોકે આ વખતે મધ્યપ્રદેશ એમ્પ્લોઈ સિલેક્શન બોર્ડ (ESB) દ્વારા આયોજિત પરીક્ષામાં ફરી એકવાર ધાંધલીના અહેવાલ આવતાં છબિ ખરડાઈ છે. 

વ્યાપમ બોર્ડમાં જ કૌભાંડની આશંકા 

આ બોર્ડને સામાન્ય રીતે વ્યાપમ તરીકે જ ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2013માં વ્યાપમ ભરતી કૌભાંડ દેશભરમાં ચર્ચા જગાવી હતી અને તેમાં મોટા મોટા રાજનેતાઓ અને નૌકરશાહોની સંડોવણી સામે આવી હતી. જોકે તાજેતરમાં ગ્રૂપ 2 અને સબ ગ્રૂપ 4ની પટવારી- રેવન્યૂ અધિકારીની પરીક્ષામાં ધાંધલીના અહેવાલ આવતાં ચકચાર મચી ગયો છે. 

આ વખતે મામલો શું છે? 

માહિતી અનુસાર  આ પરીક્ષામાં ટોપર વિશે જાણીને તમને આંચકો લાગશે. આ પરીક્ષામાં ટોપ કરનારા કુલ 10 ઉમેદવારોમાંથી 7 તો એવા જ છે જેમણે ગ્વાલિયરમાં આવેલી એનઆરઆઈ કોલેજમાં પરીક્ષા આપી હતી.  એટલે કે આ પરીક્ષા કેન્દ્ર અને ભાજપના ધારાસભ્ય સંજીવ કુશવાહા વચ્ચે મજબૂત સંબંધો હોવાના અહેવાલ મળ્યાં છે. એટલે કે ફરી એકવાર સરકારી ભરતીમાં કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે. 

1700 ઉમેદવારો ધરાવતું કેન્દ્ર શંકાના ઘેરામાં 

આ વખતે કુલ 14 લાખ આસપાસ ઉમેદવારોએ રેવન્યૂ અધિકારીની પરીક્ષા આપી હતી. જેમાંથી 1700 ઉમેદવારો શંકાના ઘેરામાં છે. આ લોકોના રોલ નંબર 2488 7991 થી 2488 9693 વચ્ચે આવેલા છે. જોકે આ કેન્દ્ર પર પરીક્ષા આપનારા લોકોના જવાબોની પેટર્ન એકદમ અચરજ પમાડે તેવી છે. 

કૌભાંડની આશંકા આ કારણોસર... આ પેટર્ન પકડાઈ 

એક અહેવાલ અનુસાર પટવારી- રેવન્યૂ અધિકારીની પરીક્ષામાં ટોપ કરનારા ટોપ-10 ઉમેદવારોની માર્કશીટ જોવામાં આવતા તેમાં એક અસમાન્ય પેટર્ન જણાઈ હતી. તેમાં સૌથી મોટો છબરડો એ દેખાયો કે ઉમેદવારોએ પરીક્ષામાં જવાબો તો અંગ્રેજીમાં આપ્યા પણ તેમણે પરીક્ષાના ફોર્મ પર હિન્દી ભાષામાં સહી કરી હતી. જ્યારે આ લોકોએ એ સવાલોના જવાબ પણ સાચા આપ્યા જેને  મધ્યપ્રદેશ એમ્પ્લોઈ સિલેક્શન બોર્ડ દ્વારા પછીથી કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. જેના કોઈ માર્ક્સ પણ નહોતા.