×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LSG vs SRH : લખનઉનો 5 વિકેટે વિજય, હૈદરાબાદની શરમજનક હાર : કૃણાલ પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન

Image - @IPL Twitter

લખનઉ, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર

IPL-2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચમાં લખનઉનો 5 વિકેટે વિજય થયો છે. સનરાઈઝ હૈદરાબાદે નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટે 121 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં લખનઉની ટીમે 16 ઓવરમાં 5 વિકેટે 127 રન કરી વિજય મેળવ્યો છે.

IPL Live Scorecard

કૃણાલ પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન

લખનઉ તરફથી સૌથી વધુ રન કેપ્ટન કે.એલ.રાહુલે 35 રન, કૃણાલ પંડ્યાએ 34 રન તો કેયલ મેયર્સે 13 રન ફટકાર્યા હતા. તો હૈદરાબાદ તરફથી આદિલ રશીદે 2 વિકેટ, ઉમરાન મલીક, ભુવનેશ્વરકુમાર, ફાઝલહક ફારુકીએ 1-1 વિકેટો ઝડપી છે. લખનઉની ટીમના ખેલાડી કૃણાલ પંડ્યાની ધારદાર બોલીંગ અને શ્રેષ્ઠ બેટીંગના કારણે તેનો વિજય થયો છે. કૃણાલના તરખાટ સામે હૈદરાબાદની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગઈ હતી. અગાઉ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

હૈદરાબાદનો સ્કોર 121/8

હૈદરાબાદની ટીમે 8 વિકેટે 121 રન કર્યા હતા. સનરાઈઝ હૈદરાબાદની ટીમ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 34 રન કર્યા હતા, ત્યારબાદ અનમોલપ્રિત સિંઘે 31 અને વોશિંગ્ટન સુંદરે 16 રન કર્યા હતા. બાકી તમામ ખેલાડીઓ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા.

કૃણાલ પંડ્યા છવાયો

આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો બોલર કૃણાલ પંડ્યા છવાયો હતો. તેણે શરૂઆતમાં જ હૈદરાબાદની ટીમ પર પક્કડ જમાવી દીધી હતી. કૃણાલે 4 ઓવરમાં 18 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી, તો અમિત મિશ્રાએ 4 ઓવરમાં 23 રન આપી બે વિકેટ ખેરવી હતી. જ્યારે યશ ઠક્કર અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ ઝડપી હતી.

લખનઉની પિચ બેટિંગ માટે ફાયદાકારક

IPL 2023ની સિઝનમાં અત્યાર સુધી જ્યાં અન્ય પીચો પર ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી રહી છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 31 T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 17 વખત જીતી છે. ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરો અહીં વધુ અસરકારક છે. આ મેદાન પર ઝડપી બોલરોનો ઈકોનોમી રેટ 7.87 છે જ્યારે સ્પિનરોનો ઈકોનોમી રેટ 6.49 છે.

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (C), કાયલ મેયર્સ, દીપક હુડા, ક્વિન્ટન ડિકોક (wkt), નિકોલસ પૂરન, આયુષ બદાઉની, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, માર્ક વુડ.

સનરાઇઝર્સ હૈદરાબાદ ની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (C), હેરી બ્રુક, હેનરિક ક્લાસેન (wkt), અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, આદિલ રાશિદ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન.