×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Live : સેલવાસની મુલાકાતે આવેલા PM મોદી વિવિધ વિકાસ કામોનું કરી રહ્યા છે લોકાર્પણ

અમદાવાદ, તા.25 એપ્રિલ-2023, મંગળવાર

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેલવાસાના સાયલીમાં આવેલી નમો મેડિકલ કોલેજનું કર્યું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી દ્વારા દાદરા નગર હવેલીના સેલવાસમાં 260 કરોડના ખર્ચે 13 એકરમાં બનેલી નમો મેડિકલ કોલેજનું લોકાર્પણ થઈ ગયું છે. હવે થોડીવારમાં તેઓ 50 હજારથી વધુ લોકોને સંબોધન પણ કરશે. ત્યારબાદ તેઓ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં અંદાજિત રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. કોલેજમાં જઈને તે તેમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે જાણકારી મળશે, ત્યારબાદ વડાપ્રધાન નજીકમાં જ તૈયાર કરાયેલા વિધાનસભા મંડપમાં જનતાને સંબોધશે.

PM Modi Live



સુરત એરપોર્ટ પર PMનું ભવ્ય સ્વાગત

આ અગાઉ સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરસભા માટે કરાઈ ખાસ વ્યવસ્થા

નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે તૈયાર કરાયેલા ડોમમાં 65 હજાર ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પંખા ઉપરાંત એર-કુલર, ફોગરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એસેમ્બલી બિલ્ડિંગની આસપાસ 9 પાર્કિંગની જગ્યા નક્કી કરવામાં આવી છે. લોકો માટે પાણી ઉપરાંત લીંબુ પાણી, ઓઆરએસ, શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.


વડાપ્રધાન મોદી 4850 કરોડથી વધુની કિંમતના 96 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

સેલવાસ મેદાન ખાતે નમો મેડિકલનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત વડાપ્રધાન મોદી 4850 કરોડથી વધુની કિંમતના 96 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને તૈયાર થયેલા પ્રોજેક્ટોને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં દાદરા અને નગર હવેલીના વિવિધ રસ્તાઓનું બ્યુટીફિકેશન, દાદરા અને નગર હવેલી જિલ્લામાં મોરખાલ, ખેરડી, સિંદોની અને મસાટ ખાતે સરકારી શાળાઓનો સમાવેશ થાય છે.