×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Live: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંત્યેષ્ઠી

લંડન, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સ્કોટલેન્ડમાં 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ II 8 સપ્ટેમ્બર 2022ના રોજ એ અંતિમ શ્વાસ લીધાં હતા. ત્યારે હવે સમગ્ર વિશ્વની નજર તેમના અંતિમસંસ્કાર પર છે. મહારાણીના અંતિમસંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના અનેક નેતાઓ હાજર રહેશે.  

Live 

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના કોફીનને વેસ્ટમિન્સટર એબેના ગ્રેટ વેસ્ટ ડોરથી બહાર લઇ જવામાં આવ્યો છે.

હવે તેને રાજ્યની બગીમાં વેલિંગ્ટન આર્ક સુધી લઈ જવામાં આવશે. જ્યાં સંપૂર્ણ રાજકીય વૈભવ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અલવિદા કહેતાં યુકેમાં લાખો લોકોની આંખોમાં દુખ દેખાઇ રહ્યું છે. 

મહારાણીની અંત્યેષ્ટિના દિવસે બ્રિટન રજા જાહેર કરવામાં આવી 

કિંગ ચાર્લ્સ તૃતિયએ રવિવારના રોજ બકિંગહામ પેલેસ ખાતે સમગ્ર વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું હતું. ત્યાં ઉપસ્થિત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. 

મીડિયા રિપોર્ટસ અનુસાર, બ્રિટનમાં છેલ્લાં 57 વર્ષમાં પહેલી વખત રાજકીય અંતિમસંસ્કારનું આયોજન કરાયું છે, દિવંગત મહારાણીના અંતિમ સંસ્કારનું દુનિયાના અનેક દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને બકિંગહામ પેલેસ જતા પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને પોતાની માતાની યાદ અપાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

આ પણ વાંચો: દ્રોપદી મૂર્મુ લંડન પહોંચ્યા, બાઈડન સહિત અનેક વર્લ્ડ લીડર મહારાણી એલિઝાબેથને આપશે અંતિમ વિદાય