×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LIVE: કર્ણાટકમાં સિદ્ધારમૈયા-ડીકે શિવકુમારનો શપથ સમારોહ શરૂ, વિપક્ષના દિગ્ગજો એક મંચ પર હાજર


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત કુલ 8 ધારાસભ્યો આજે મંત્રીપદના શપથ લેવા જઈ રહ્યા છે. કાંતિરવા સ્ટેડિયમમાં આ સમારોહનું આયોજન થઈ રહ્યું છે જ્યાં મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી તરીકે ડી.કે.શિવકુમાર શપથ લેવાના છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત વિપક્ષી દળોના ટોચના નેતાઓ પણ હાજરી આપવા પહોંચ્યા છે. 

આજે 8 મંત્રીઓ લેશે શપથ 

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની સાથે કર્ણાટક કોંગ્રેસના આઠ મંત્રીઓ પણ શપથ લેશે. કર્ણાટકની નવી કેબિનેટમાં જે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે તેમાં જી.પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, સતીશ જરકીહોલી, રામલિંગા રેડ્ડી, બીજે જામરી અહેમદ ખાન, પ્રિયંક ખડગે, એમબી પાટીલનો સમાવેશ થાય છે.

જુઓ કોણ કોણ આવ્યું સમારોહમાં 

આ સમારોહમાં સામેલ થનારા દિગ્ગજોમાં મલ્લિકાઅર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મહેબૂબા મુફ્તી, સ્ટાલિન, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ, શરદ પવાર, સીતારામ યેચુરી, કમલ હાસન સહિત અન્ય સામેલ છે. જોકે અહેવાલ અનુસાર સ્વાસ્થ્યના કારણોસર સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા નથી. બીજી બાજુ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીને આમંત્રણ જ આપવામાં આવ્યું નથી.