×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Live: ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન

ગાંધીનગર, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્યોને સંબોધશે.

દેશના પ્રથમ નાગરિક, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના સ્વાગત માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમના સાથે ગુજરાતના પ્રથમ નાગરિક, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા. 

રાષ્ટ્રપતિનો આજનો કાર્યક્રમ

સવારે 10:55 કલાકે વિધાનસભા સંકુલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આગમન 

સવારે 11:05 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાષ્ટ્રપતિ આગમનને લઈ સ્પીચ 

સવારે 11:15 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહને 30 મિનિટ માટે સંબોધશે 

સવારે 11:45 કલાકે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આભાર વિધી કરાશે 

સવારે 11:50 કલાકે રાષ્ટ્રગીત સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન 

વિધાનસભામાં રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. આ સાથે જતમામ ધારાસભ્યોને આ સંબોધન દરમિયાન ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ INS વાલસુરા નેવી મથકના કાર્યક્રમમાં પણ સહભાગી બનશે. મહત્વનું છે કે, આગામી જૂન 2022માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે ચૂંટણી યોજાય એ પહેલાં તેમનો આ ગુજરાત પ્રવાસ મહત્વનો બની રહે તેમ છે.