×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LIC IPO : 2 વર્ષ સુધી સરકાર હિસ્સો 5%થી નીચે નહિ ઘટાડે



6 એપ્રિલ, 2022 બુધવાર

અમદાવાદ : ભારતના સૌથી મોટા આઈપીઓને સફળ બનાવવા સરાકરે ફરી કવાયત હાથ ધરી છે. મે માસના પ્રથમ સપ્તાહમાં ફરી સરકાર આઈપીઓ માટેની તૈયારી કરી રહી છે. જોકે આજે બહાર આવેલ અહેવાલ અનુસાર સરકાર એલઆઈસીના આઈપીઓ બાદના બે વર્ષ સુધી સરકાર હિસ્સો નહિ વેચે.

સરકાર આગામી બે વર્ષ સુધી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાનો હિસ્સો ઘટાડશે નહિ. છેલ્લા એક વર્ષથી અટવાઈ રહેલ આઈપીઓ હવે મે મહિનાના પ્રથમ પખવાડિયામાં આવવાની સંભાવના છે. આઈપીઓમાં રોકાણ કરતા નાના મોટા રોકાણકારોને વિશ્વાસ અપાવવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે.

સરકારને અપેક્ષા હતી કે LICમાં પાંચ ટકા હિસ્સા એટલેકે 31.6 કરોડ શેરનું વેચાણ કરીને રૂ. 60,000 કરોડ એકત્ર કરી શકશે અને 2021-22 માટે રૂ. 78,000 કરોડના સુધારેલા ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યને હાંસલ કરી શકશે. જોકે હવે સરકાર પાંચ ટકાથી થોડો વધુ હિસ્સો વેચવાનું વિચારી શકે છે.

મહત્વની વાત એ છે કે માત્ર પાંચ ટકા હિસ્સો વેચ્યા પછી પણ એલઆઈસીનો આઈપીઓ ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. એકવાર લિસ્ટ થયા બાદ LICની માર્કેટ કેપિટલ દેશની અન્ય ટોચની કંપનીઓ રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સમકક્ષ હશે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) પાસે નવી આકરણી સાથેના નવા દસ્તાવેજો સબમિટ કર્યા વિના LICનો IPO લોન્ચ કરવા માટે સરકાર પાસે હજુ 12 મે સુધીનો સમય છે.