×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

J&Kમાં કોંગ્રેસને ફટકો, ગુલાબ નબી આઝાદના સમર્થનમાં 64 નેતાઓના રાજીનામાં

જમ્મુ કાશ્મીર, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર 

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત રાજ્યના લગભગ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં રાજીનામાની જાહેરાત કરી છે. તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની, ડો. મનોહર લાલ શર્મા, ચૌધરી ઘરુ રામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ, ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.

અહેવાલો અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા આ તમામ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.

કોંગ્રેસને વધુ ફટકો પડશેઃ આઝાદ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારાચંદ સહિત ઘણા મોટા નેતાઓના રાજીનામા પર ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા સામે આવી છે. આઝાદે કહ્યું હતું કે, તમામ નેતાઓએ મારા માટે રાજીનામું આપ્યું છે. આ તમામ લોકો મારી સાથે છે અને હવે કોંગ્રેસને વધુ ઝટકાઓનો સામનો કરવો પડશે. 

તમને જણાવી દઈએ કે, આગામી સમયમાં હજુ પણ ગુલામ નબી આઝાદના સમર્થનમાં અનેક નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામાં આપવાની તૈયારી કરી રહ્યા છે. 

વધુ વાંચો: ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદ પરથી આપ્યું રાજીનામુ