×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

JEE મેઈન રિઝલ્ટ 2021: કાવ્યા ચોપરાએ 300માંથી 300 ગુણ મેળવીને સર્જ્યો ઈતિહાસ


- JEE મેઈનમાં 100 પર્સેન્ટાઈલ મેળવનારી પહેલી મહિલા બની

નવી દિલ્હી, તા. 25 માર્ચ, 2021, ગુરૂવાર

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા. આ પરીક્ષા માટે રજિસ્ટર થયેલા 6,19,368 પરીક્ષાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. દિલ્હીની કાવ્યા ચોપરાએ એન્જિનિયરીંગ માટેની પ્રવેશ પરીક્ષામાં 300માંથી 300 ગુણ મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. જેઈઈ મેઈનમાં 100 પર્સેન્ટાઈલ મેળવનારી તે પહેલી મહિલા બની ગઈ છે. 

કાવ્યાએ જેઈઈ મેઈનના ફેબ્રુઆરી સત્રમાં 99.97 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. પરંતુ તેનું લક્ષ્ય હંમેશા 99.98 પર્સેન્ટાઈલ સ્કોર કરવાનું હતું. આ કારણે તેણે જેઈઈ મેઈનની માર્ચ સત્રની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. પહેલા પ્રયત્ન વખતે તેણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પર વધારે ધ્યાન આપ્યું હતું તેમ છતાં કેમિસ્ટ્રી વિષયમાં તેને ઓછા ગુણ મળ્યા હતા. ત્યાર બાદ તેણે કયા ટોપિક કે પ્રશ્નમાં ભૂલ થઈ હતી તે શોધીને 15 દિવસ સંપૂર્ણ ધ્યાન કેમિસ્ટ્રી વિષયમાં કેન્દ્રીત કરીને નબળા ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો. 

3 ઓલમ્પિયાડમાં ક્વોલિફાય

કાવ્યાએ દસમા ધોરણમાં 97.6 ટકા ગુણ મેળવ્યા હતા. નવમા ધોરણથી જ કાવ્યા રીજનલ મેથ્સ ઓલમ્પિયાડ (આરએમઓ) ક્વોલિફાય કરતી આવી છે. 10મા ધોરણ વખતે ઈન્ડિયન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડ (આઈએનજેએસઓ) ક્વોલિફાય કર્યા બાદ તે મુંબઈ ખાતે હોમી જહાંગીર ભાભા સેન્ટરમાં આયોજિત કેમ્પમાં પણ સામેલ થઈ હતી. 11મા ધોરણમાં તેણે નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઈન એસ્ટ્રોનોમી (એનએસઈએ) ક્રેક કરી હતી.